Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટમાં ફરી એકવાર ઘટાડો : 30 દૂર કરાયા : 12 વિસ્તારો ઉમેરાયાં

ઉત્તર પશ્ચિમ ઝોનમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોની સ્થિતિ યથાવત

અમદાવાદ :અમદાવાદમાં સોમવારે નોંધાયેલા કેસો કરતાં આજે બે કેસો વધીને 153 કોરોનાના કેસો નોંધાયા હતા. પરંતુ નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં  ફરીવાર ઘટાડો થયો છે. આજે 12 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો ઉમેરાયા છે. જો કે દૂર કરાયેલાં 30 માઇક્રો કન્ટેન્મેન્ટની સરખામણીમાં નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં પણ ખાસ કરીને બોડકદેવ વિસ્તારોમાં ત્રણ સ્થળોનો માઇક્રો કન્ટેન્મેન્ટમાં સમાવેશ થાય છે. આમ ઉત્તર પશ્ચિમ ઝોનમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો ની સ્થિતિ આજે પણ યથાવત રહી છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 317 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં છે. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 30 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 12 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 317 વિસ્તારોમાંથી 30 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 287 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 12 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 299 પર પહોંચ્યો છે.

નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનના 3, તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના 3, ઉત્તર ઝોન 1, પશ્ચિમ ઝોનમાં 1 અને ઉત્તર પશ્ચિમ ઝોનના 4 વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ગોતા, બોડકદેવ, વિસ્તારોનો સમાવેશ થયો છે. જયારે ચાંદખેડા, નાના ચિલોડા વગેરે વિસ્તારોમાં એક એક વિસ્તારમાં જ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ઉમેરાયા છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 23 સપ્ટેમ્બરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(11:48 pm IST)