Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગુન્હાહીત પ્રવૃતિ કરનારાઓ સામે સખત પગલા લેવાશે

વ્યાજખોરો, બળાત્કારીઓ, જુગારીઓ, સાઇબર ક્રાઇમ કરતાં તત્વો સામે રૂપાણી સરકારનો સૌથી મોટો નિર્ણયઃ ખરડો પસાર : મહિલાઓ અને બાળકો ઉપર થતાં જાતિય ગુનાઓ માટે આઇ.પી.સી. કલમ ૩પ૪, ૩૭૬, ૩૭૭ની જોગવાઇ કડક બનાવાઇ

ગાંધીનગર તા. ર૩ : ગુજરાત વિધાનસભામાં ભાજપે બહુમતીને જોરે ગુજરાતમાં અસામાજિક પ્રવૃતિ અટકાવવા બાબત-સુધારા-વિધેયક બહુમતીથી પાસ કાવી લીધું છે ગૃહરાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, વિપક્ષો ભલે વિરોધ કરતા રહે. અમે આ કાયદો પસાર કરાવી જ લઇશું બળાત્કાર કરનારાઓને કે પછી વ્યાજ વટાવના ધંધા કરનારા શાહુકારોને કારણે વ્યાજે પૈસા લેનારને આપધાત કરવો પડે તે સ્થિતિ અમે નિભાવી લેશું નહિ.

રાજયમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ ચાલતી અમારી સરકારે નાગરિકોને સુખાકારી સાથે સગવડો આપી છે. રાજયમાં પ્રવર્તિ રહેલ શાંતિના પરિણામે જ આખી દુનિયાની નજર ગુજરાત પર છે ત્યારે રાજયમાં ગેરકાયદેસર ગુનહિત કૃત્યો કરનાર વ્યકિતઓને છુટોદોર ન મળે તે માટે રાજય સરકારે પાસાનો કાયદો અમલી બનાવ્યો છે.

ગુજરાત વિધાનસભા ખાતે આજે પાસાના કાયદામાં સુધારો કરતું સુધારા વિધેયક રજૂ કરતા મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટીવત નેતૃત્વ અને દિર્દ્યપૂર્ણ આયોજનના પરીણામે રાજયમાં આજે કોઇપણ અસામાજીક તત્વોને ગુનો કરવો હોય તો સો વાર વિચાર કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રસ્તે ચાલીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વ્યથાને વ્યવસ્થામાં ફેરવવાનું કાર્ય કર્યું છે. આવા તત્વોને નેસ્ત નાબુદ કરવા માટે પાસાના કાયદામાં સુધારો કરવા માટે રાજય સરકાર દ્વારા આ સુધારા વિધેયક લવાયું છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સુધારા વટહુકમ નામંજૂરના પ્રસ્તાવને કડક શબ્દોમાં વખોડતા કહ્યું હતુ કે, તમારે તમારો ભૂતકાળ યાદ કરવો જોઈએ, અમે વ્યાજખોરો, બળાત્કારીઓ, જુગારીઓ, સાઈબર ક્રાઈમ કરતા તત્વો સહિતના અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા આ સુધારા વિધેયક લાવ્યા છીએ ત્યારે કોંગ્રેસ આવા તત્વોને બચાવવા કેમ માંગે છે એ અમને સમજાતુ નથી. કોંગ્રેસનો એજન્ડા વ્યાજખોરો તરફી છે કે સામે છે તે નક્કી કરે. સટ્ટા અને જુગારમાં અનેક પરિવારો બરબાદ થયા છે. એટલું જ નહીં વ્યાજખોરોની કડક ઉદ્યરાણીને કારણે કેટલાય પરિવારના મોભીએ આત્મહત્યા કરવા પ્રેરાય છે તે તમામના રક્ષણ માટે આ સુધારા વિધેયક અમે લાવ્યા છીએ. અગાઉ પણ અમારી સરકારે યુવાનોને નશાખોરીની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે દારૂબંધીનો કડક કાયદો લાવ્યા અને હુક્કાબાર પર રાજયમાં પ્રતિબંધ ફરમાવ્યો છે. તે ઉપરાંત ચેઈન સ્નેચિંગ દ્યટાડવા તથા ગૌવંશ હત્યા કરતા કસાઈઓ બેફામ ન બને તે માટે પણ કડક કાયદા અમે બનાવ્યા છે. એ માત્રને માત્ર અમારી પ્રબળ રાજકીય ઈચ્છાશકિતના પરિણામે જ શકય બન્યુ છે.

વર્તમાન ટેકનોલોજીના યુગમાં હાઈ-ફાઈ ગુનેગારો વાઈ-ફાઈની મદદથી ગુનાઓ આચરતા થયા છે ત્યારે સાયબર ક્રાઈમના અપરાધીઓ ગુજરાતની પ્રજાને લૂંટતા રહે અને સરકાર જોતી રહે તેવી આ સરકાર નથી. ટેકનોલોજીના વધતાં ઉપયોગ અને તેના વ્યાપના કારણે ગુનાહિત માનસિકતા વાળા વ્યકિતઓ હવે આ ડિજિટલ માધ્યમથી છેતરપીંડી જેવા અનેક ગુનાઓ આચરતા થયા છે. આ ટેકનોલોજીની યાંત્રિક સમજ ન હોવાથી લોકો બહુ જ ઝડપથી સાયબર ક્રાઇમનો ભોગ બને છે. પરિણામે હવે ઓનલાઇન ઠગાઇ, ડીજીટલ ટ્રાન્ઝેકશનમાં માં છેતરપીંડી, સોશ્યીલ મીડિયાનો દૂર ઉપયોગ અને બેકીંગ ફ્રોડ જેવા અનેક પ્રકારના નવા ગુનાઓ બની રહ્યા છે

રાજય સરકાર દ્વારા આવા તત્વોને પકડી પાડવા તથા નિયંત્રણમાં લેવા અદ્યતન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોનું માળખું ઉભું કરવા સહિતના અનેક પગલાંઓ લીધા છે.રાજય સરકાર આવા ગુનાઓ અંગે ચિંતિત છે અને કોઇ પણ સંજોગોમાં નાગરિકોને આવા ગુનાઓ સામે રક્ષણ આપવા માટે કટિબધ્ધ છે. એટલા માટે પોલીસ વિભાગમાં સી.આઈ.ડી.(ક્રાઈમ)ના નેજા હેઠળ રાજય સરકારે સાયબર ક્રાઇમ સેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનોની સ્થાપના કરી છે. હાલમાં સી.આઇ.ડી. ક્રાઇમના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સિવાય તમામ રેન્જમાં રેન્જ કક્ષાના કુલ-૯ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવેલ છે. આ માટે ટેકનોલોજીકલ એક્ષપર્ટ સહિતના કુલ-૮૨૨ કર્મચારીઓનું મહેકમ પણ ફાળવવામાં આવેલ છે. તમામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન/સેલને રૂ.૯.૩૪ કરોડના ખર્ચે અધ્યતન સાયબર લેબ બનાવી આપવામાં આવેલ છે.

પાસા કાયદા હેઠળ ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની જોગવાઇ પ્રવર્તમાન કાયદામાં છે. પ્રવર્તમાન પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તેમાં આઇ.પી.સી., તથા આર્મ્સ એકટ હેઠળના ગુનાઓ આચરનાર વ્યકિત, ભયજનક હોય તેવો વ્યકિત, ખાનગી અને સરકારી મિલકત પચાવી પાડે તેવો પ્રોપર્ટીગ્રેબર વ્યકિત, કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલ હોય તેવો ડ્રગ ઓફેન્ડર વ્યકિત, દેહવિક્રયમાં જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગુનેગાર, દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર બુટલેગર જેવા વ્યકિતઓને વિરૂધ્ધ પાસા કાયદાની જોગવાઇઓનો ઉપયોગ કરીને અટકાયતમાં લઇ શકાય છે. પરંતુ પાસાની જોગવાઇઓના વ્યાપને વિસ્તારીને, પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીને લગતા તથા જાતીય સતામણી જેવા ગુનાઓનું પ્રમાણ આજે જયારે વધી રહ્યું છે, ત્યારે આવા ગુનાઓને ડામવા માટે આ સુધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

'જુગારનો અડ્ડો ચલાવનાર વ્યકિતને પાસા એકટ હેઠળ આવરી લેવાયા છે. જે અનુસાર ગુજરાત જુગાર અધિનિયમ, ૧૮૮૭ની કલમ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનામાં દોષિત ઠરી હોય અને એવી રીતે દોષિત ઠર્યાની તારીખથી ત્રણ વર્ષની અંદર પોતે અથવા ટોળીના સભ્ય કે સરદાર તરીકે ગુનો વારંવાર કરે અથવા કરવાની કોશીશ કરે અથવા તે કરવામાં મદદગારી કરે તેવી વ્યકિત સામે પગલા લેવામાં આવતા હતા. આ સુધારાના કારણે હવે 'જાહેર જુગારના અડ્ડાનો હવાલો ધરાવનાર વ્યકિત'ને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે જે અનુસાર ગુજરાત જુગાર અધિનિયમ, ૧૮૮૭ની કલમ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા કરવાનો પ્રયાસ કરે અથવા કરવામાં મદદગારી કરે તેવી વ્યકિત ગુનેગાર ગણાશે.

પ્રદિપસિંહે કહ્યું કે, ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઇ.ટી. અધિનિયમ, ૨૦૦૦ અંતર્ગત કોઇ પણ વ્યકિત શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યકિતને આ વ્યાખ્યામાં આવરી લેવામાં આવેલ છે. આ ઉપરાંત આ કાયદામાં જે નવી જોગવાઇઓ ઉમેરાઇ છે તેમાં નાણા ધીરધાર સંબંધી ગુનો કરનારને વ્યાખ્યાઇત કરવામાં આવ્યા છે. જે અનુસાર ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ–૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા વિ,. હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યકિત વતી કોઇ વ્યકિત પાસે કામ કરાવવાની બાબતનો સમાવેશ કરાયેલ છે.

રાજયમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વિસ્તારવામાં આવી છે. ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોકસોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગીરી કરે તેવી વ્યકિતઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

તેમણે કહ્યું કે પાસા કાયદા હેઠળ 'ભયજનક વ્યકિત'ને વ્યાખ્યાઇત કરેલ છે જે અનુસાર વ્યકિત પોતે અથવા ટોળીના સભ્ય અથવા સરદાર તરીકે ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો અથવા શસ્ત્ર અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો વારંવાર કરે, કે તેમ કરવાની કોશીશ કરે, મદદગારી કરે તે વ્યકિત આ સુધારાથી હાલની કલમમાં સુધારો કરાયો છે. જેમાં 'ભયજનક વ્યકિત'એટલે એ વ્યકિત પોતે અથવા ટોળીના સભ્ય અથવા સરદાર તરીકે ભારતના ફોજદારી અધિનિયમના પ્રકરણની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો અથવા શસ્ત્ર અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો વારંવાર કરે, કે તેમ કરવાની કોશીશ કરે કે મદદગારી કરે તે વ્યકિત સામે પગલા લેવાશે.

પ્રવર્તમાન કાયદાની હાલની પેટા કલમમાં દારુનો ગેરકાયદે ધંધો કરનાર, જુગારનો અડ્ડો ચલાવનાર, ક્રુર વ્યકિત, ભયજનક વ્યકિત, ઔષધ ગુનેગાર, અનૈતિક વ્યાપાર ગુનેગાર, મિલ્કત પચાવી પાડનાર, જાહેર વ્યવસ્થા જાળવી રાખનારને પ્રતિકુળ અસર કરનાર કે તેવી પ્રવૃત્ત્િ।ઓમાં રોકાયેલ હોય અથવા તેમાં રોકાવા માટે તૈયારી કરતી હોય ત્યારે આવી વ્યકિત, જાહેર વ્યવસ્થા જાળવી રાખવાને બાધ આવે તેવી રીતે કામ કરે છે તેમાં સુધારો કરીને સાયબર ગુનો કરનાર, અથવા નાણાની ધીરધાર સંબંધી ગુનો કરનાર અથવા જાતીય ગુનો કરનાર વ્યકિતઓને પણ સમાવી લેવામાં આવેલ છે

શ્રી જાડેજાએ ઉમેર્યું કે મહિલાઓ અને બાળકો ઉપર થતા જાતિય ગુનાઓ માટે આઇ.પી.સી.ની કલમ ૩૫૪, ૩૭૬ અને ૩૭૭માં આરોપીને શિક્ષા કરવાની જોગવાઇ છે. આઇ.પી.સી.ની કલમ ૩૭૬ની જોગવાઇઓને તાજેતરમાં વધારે કડક બનાવી છે. પાસા કાયદાની હાલની જોગવાઇ પ્રમાણે જાતિય ગુના આચરનાર વ્યકિતની 'ભયજનક વ્યકિત'ની કેટેગરીમાં અટકાયત થઇ શકે છે. પરંતુ સાંપ્રત સમયમાં જાતિય ગુનાએા એ સમાજ માટે આંખ ખોલનારી બાબત બની રહ્યા છે. આવા ગુનેગારોને સામાન્ય કાયદા હેઠળ સજા અપૂરતી જણાતા કેન્દ્ર સરકારે તેમાં ખાસ સુધારા કર્યા છે અને કાયદો વધારો કડક બનાવ્યો છે ત્યારે આવા જધન્ય ગુના આચરનાર તત્વો જામીન ઉપર છુટીને ફરી તેમની ગુનાહિત પ્રવૃત્ત્િ। અને ગુનાહિત માનસીકતા ચાલુ રાખીને સમાજમાં એક દુષણરૂપ બની ન રહે તે માટે તેઓને જેલના સળીયા પાછળ રાખવા અત્યંત જરૂરી છે અને આ માટે હાલના કાયદામાં સુધારો કરીને એક નવી કેટેગરી 'જાતિય ગુનેગાર 'ઉમેરવાનું રાજય સરકારે નક્કી કરેલ છે.

(4:17 pm IST)