Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ગાંધીનગરમાં રખડતા પશુઓની સમસ્યાનો આવશે અંત: તંત્રએ કમરકસીને કરી મહેનત: જાહેરનામાનો ભંગ કરનારને દંડ ફ્ટકારવાની કામગીરી હાથ ધરાઈ

ગાંધીનગર: શહેરમાં રખડતાં પશુઓની સમસ્યાના કારણે સતત અકસ્માતનો ભય તોળાતો હોય છે ત્યારે કોર્પોરેશન તંત્ર પણ તેની પાછળ રહીને લાખો રૂપિયાનું આંધણ કરી રહયું છે ત્યારે વીઆઈપી એવા શહેરમાં રખડતાં પશુઓનો કાયમી અંત લાવવા માટે તંત્ર હવે કમરકસી રહયું છે અને તે માટે ગઈકાલે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મેયર, મ્યુનિ.કમિશનર અને જિલ્લા પોલીસ વડા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગાંધીનગર શહેરમાં નો કેટલ ઝોન અંગેનું જાહેરનામું ફરીવાર પ્રસિધ્ધ કરીને તેનો સખ્તાઈથી અમલ કરાવવા માટે નક્કી કરાયું છે તેમજ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદાની જોગવાઈ પ્રમાણે કડક હાથે કામ લેવા પણ કહી દેવાયું છે.   અગાઉ પણ શહેરમાં નો કેટલ ઝોન અંગેનું જાહેરનામું બહાર પડાયું હતું જેમાં શહેરમાં ચોપગાં પશુઓ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. પરંતુ જાહેરનામાંનું કડકપણ પાલન નહીં થવાના કારણે શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. શહેરમાં અવારનવાર વીવીઆઈપીઓની અવરજવર અને મુખ્યમંત્રી સહિત મહાનુભાવો રહે છે તે વિસ્તારમાં પણ માર્ગો ઉપર રખડતાં પશુઓ અડીંગો જમાવતાં હોય છે.

(5:52 pm IST)