Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

અમરાઈવાડીમાં ચૂંટણી લડવા ભાજપના દાવેદારોનો રાફડો ફાટ્યો : 40થી વધુએ દાવેદારી નોંધાવી : લોબિંગ શરુ કરાયું

આ વખતે પટેલોએ સૌથી વધુ દાવેદારી નોંધાવી : ભાજપ હાઇકમાન્ડની પણ આ બેઠક પર પાટીદાર પહેલી પસંદ

અમદાવાદ : ચૂંટણીપંચે રાધનપુર, બાયડ, લુણાવાડા, થરાદ, અમરાઈવાડી, ખેરાલુ બેઠકની પેટાચૂંટણી જાહેર કરી દીધી છે. ૨૧મી ઓક્ટોબરે આ ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપના ય દાવેદારોએ ટીકીટ માટે લોબિગ શરુ કર્યું છે

  . સૂત્રોના મતે, અમરાઈવાડીમાં ચૂંટણી લડવા જાણે ભાજપમાં દાવેદારોને રાફડો જામ્યો છે. 40 જેટલા દાવેદારોએ અમરાઈવાડી બેઠક પર દાવેદારી નોંધાવી છે. સામાન્ય રીતે ભાજપ હાઇકમાન્ડની પણ આ બેઠક પર પાટીદાર પહેલી પસંદ રહી છે. એટલે આ વખતે પટેલોએ સૌથી વધુ દાવેદારી નોંધાવી છે.

    આ બેઠક પર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિક પટેલ, એડવોકેટ જે.જે. પટેલ, પૂર્વે મેયર અસિત વોરા, મણિનગરના પૂર્વે ધારાસભ્ય કમલેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ, ભરત ગોકળિયા, નયન બ્રહ્મભટ્ટ, કોર્પોરેટર રમેશ દેસાઈ સહિતના દાવેદારોએ ટીકીટ મેળવવા દોડધામ મચાવી છે

(1:21 pm IST)