Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

વડોદરામાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ :ગોધરામાં વરસાદથી ખેડૂતો ખુશ

વડોદરા :વડોદરામાં ભારે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી ગણેશોત્સવ આયોજકોએ હાલાકી વેઠવી પડી હતી જયારે નસવાડીમાં પણ વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. ગોધરામાં વરસાદના આગમન થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. કારણ કે વરસાદના કારણે સુકાતા પાકને જીવનદાન મળ્યું છે. આ સિવાય પંચમહાલના શહેરામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

(6:06 pm IST)