Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

મધ્ય ગુજરાતમાં મેઘો મહેરબાન :કવાંટમાં ત્રણ ઈંચ,છોટા ઉદેપુર,બોડેલી,પાવી જેતપુરમાં બે ઈંચ વરસાદ

નસવાડી-કવાંટ રોપડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી રસ્તો બ્લોક થતા વાહન વ્યવહાર ખોરવાયો

મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે  ભારે પવન સાથે થયેલા વરસાદને કારણે નસવાડી અને ક્વાંટને જોડતાં હાઈવે પર મસમોટું વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. અને વાહનવ્યવહાર ખોરવાયો હતો.

  વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થવા છતાં કલાકો સુધી તંત્રએ વૃક્ષ હટાવવાની કોઈ કામગીરી ન કરી. જેને કારણે અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા.છેલ્લા  24 કલાકમાં ક્વાંટમાં ત્રણ ઈંચ છોટાઉદેપુરમાં અઢી ઈંચ, બોડેલીમાં બે ઈંચ પાવી જેતપુરમાં એક ઈંચ, સંખેડામાં દોઠ ઈંચ વરસાદ નોંધાયો છે.

(6:05 pm IST)