Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની પધરામણી :અનેક શહેરોમાં ગાજવીજ વરસાદ

 

અમદાવાદ :રાજ્યના છોટા ઉદેપુર, દાહોદ, અરવલ્લી, પંચમહાલ, અંબાજી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિતના અનેક શહેરોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો

  શનિવારે અનેક શહેરોમાં ક્યાંક તોફાની તો ક્યાંક મધ્યમ વરસાદ પડ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ અને ઉકળાટનો માહોલ રહ્યા બાદ સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ તુટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

  રાજ્યના છોટા ઉદેપુર, દાહોદ, અરવલ્લી, પંચમહાલ, અંબાજી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ગોધરા સહિતના અનેક શહેરોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં સરેરાશ અડધોથી એક ઈંચ જેટલો વરસાદ વિવિધ વિસ્તારોમાં પડ્યો હતો

(9:17 pm IST)