Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

મહેમદાવાદ કેનાલમાં પોલીસે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા ચાર શકુનિઓની 64 હજારની મતા સાથે ઝડપ્યા

મહેમદાવાદ:માં કેનાલ નજીક ખુલ્લી જગ્યામાં રમાતા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડો પાડી ચાર જુગારીઓને રૂ.૬૨,૪૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મહેમદાવાદમાં જુના ખેડા રોડ પાસે આવેલ કેનાલ નજીકની ખુલ્લી જગ્યામાં હાર-જીતનો પત્તાપાનાનો શ્રાવણીયો જુગાર રમાતો હોવાની માહિતી મહેમદાવાદ પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે જુગાર રમતાં ચાર ને પકડી પાડ્યાં છે. જેમાં આરીફભાઈ અલ્લારખાં વ્હોરા, ઈમરાનખાન મહેબુબખાન પઠાણ, રફીકભાઈ નુરમહંમદ વ્હોરા અને ઈમરાનમીયાં સફીમીયાં મલેક (તમામ રહે - મહેમદાવાદ) નો સમાવેશ થાય છે. પોલીસે અંગજડતીમાંથી રૂ.૫૭,૦૦૦ રોકડાં તથા દાવ પરના રૂ. ૪૭૫૦ મળી કુલ રૂપિયા ૬૨,૪૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ચારેય જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:34 pm IST)