Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

અમદાવાદમાં કોરોના સામે લડવા માટે 49 ટકા લોકોમાં એન્ટિબોડી તૈયાર :10 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કરાયો સર્વે

સીરો સર્વેના તારણો મુજબ શહેરમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઇ

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકારના સીરો સર્વેમાં ઘટસ્ફોટ થયો છે. અમદાવાદમાં 49 ટકા લોકો સંક્રમિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદના 10 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વે કરાયો હતો. અમદાવાદીઓમાં હાલ સૌથી વધુ હર્ડ ઈમ્યુનિટીનું નિર્માણ થઈ ચુક્યુ છે

અમદાવાદના 10 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કરાયો સર્વે હતો. અમદાવાદમાં 49 % લોકો સંક્રમિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અમદાવાદમાં 496 ટેસ્ટમાંથી 48.99% લોકોમાં એન્ટિબોડી નિર્માણ થઈ ચુક્યા છે જ્યારે સુરતમાં માત્ર 8 % લોકોમાં જ એન્ટિબોડી મળ્યા છે. સર્વેના તારણો મુજબ શહેરમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઇ છે.

મુંબઇ, આગ્રા, પૂણે કરતા અમદાવાદમાં સંક્રમણ વધુ છે. મે મહિનામાં સરકાર દ્વારા  સર્વે કરવામાં આવ્યો હતો. રેન્ડમ સેમ્પલિંગના આધારે સર્વે કરાયો હતો.

સીરો સર્વે શું છે અને તેની જરૂર કેમ પડી? આ પ્રશ્ન થાય ત્યારે કોરોના વાયરસની અસર જાણવા માટે RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરાય છે, જ્યારે ચોક્કસ વિસ્તારમાં રહેતા લોકોમાં સંક્રમણ કેટલું ફેલાયું છે તપાસવા માટે એન્ટિબોડી ટેસ્ટ કરાય છે. જો કોરોનાના એસિમ્પ્ટોમેટિક કેસ વધુ હોય તો ચોક્કસ વસતીમાં વાયરસ કેટલો ફેલાયો તે ખબર નથી પડતી. એ અંદાજ સીરો સરવેથી મળે છે. આ માટે બ્લડ સીરમનું ટેસ્ટિંગ કરાય છે, જેથી તે ‘સીરો’ સરવે તરીકે ઓળખાય છે.

(12:55 pm IST)