Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કચરામાં પણ કૌભાંડ : સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં વજન વધારવાના કારસાનો પર્દાફાશ

કચરાને બદલે વજન વધારાવા માટે માટી ભરાઇ રહી હોવાનો વિડિઓ વાયરલ

સુરત : શહેરમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશનમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાર્બેજ કલેકશનમાં વજન વધારાવા માટે માટી ભરાઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ કરોડો રૂપિયાનો ઇજારો મેળવનાર JTC એજન્સી દ્વારા આ કરતૂત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. . વજન વધારવા માટે માટી ભરાઇ રહી હોવાનો વિડિઓ વાયરલ થયો છે

   શહેરમાં કરોડો રૂપિયાનો ઇજારો મેળવનાર JTC એજન્સી દ્વારા આ માટી ભેળવામાં આવી રહી હોવાનો ખુલાસો થયો છે. આ અંગે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતાં આ ભાંડો ફૂટ્યો છે. જેમાં ગાડી નં GJ-16 AU 3385માં માટી ભરવામાં આવી છે. અગાઉ કચરામાં પાણી અને પથ્થરો નાખવાની ઘટના સામે આવી હતી.

(11:02 am IST)