Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સુરતમાં સાત વર્ષની માસુમ બાળકી સાથે પાડોશી નરાધમે દુષ્કર્મ ગુજાર્યું :આરોપીને ઝડપી લેવા તજવીજ

માન દરવાજા વિસ્તારમાં માસુમને ચોકલેટ આપવાના બહાને નરાધમ યોગેશે હવસનો શિકાર બનાવી

સુરત :સુરતમાં ફરી કલંકિત ઘટના બની છે માન દરવાજામાં સાત વર્ષની નાનકડી બાળકી સાથે પાડોશીએ દુષ્કર્મ ગુજાર્યા હતો જેના પર ફિટકાર વરસાવી રહ્યાં છે  હાલમાં આ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ છે પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

  મળતી વિગતો મુજબ માનદરવાજા વિસ્તારમાં માસૂમ બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે પાડોશી યોગેશ ચોકલેટ આપવાના બહાને બાળાને પોતાની રૂમમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલાની પરિવારને જાણ થઈ જતા યોગેશ ફરાર થઈ ગયો હતો અને પરિવારે પોલીસ સ્ટેશનમાં યોગેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે બાળકો સાથે આ પ્રકારના ગુનાની સજા આકરી થતી હોવા છતા્ં આવા મામલાઓ ઘટી નથી રહ્યા. તાજેતરમાં જ રાજસ્થાનના અલવર જિલ્લાના લક્ષ્મણગઢમાં બાળકી પર બળાત્કાર કરવાના ગુનાના આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ઘટનામાં 9 મેના રોજ 7 મહિનાની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોક્સો એક્ટમાં સંશોધન બાદ આ દેશનો ત્રીજો અને રાજસ્થાનનો પહેલો કેસ છે. અંતિમ ચર્ચા 17 જુલાઇને સાંભળીને 18મી જુલાઇએ આરોપીને માત્ર 70 દિવસમાં દોષીત  ઠેરવવામાં આવ્યો અને આજે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. પોક્સો એક્ટ હેઠલ દોષીત કરાર  કરવાની રાજસ્થાનમાં પ્રથમ કાર્યવાહી હતી.

 

(6:52 pm IST)