Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સુરતમાં સરેઆમ ગુંડાગીરી :ચોક બજારમાં ખુલ્લી તલવાર સાથે બે જૂથ વચ્ચે ધીંગાણું

ચોક બજારમાં સૂર્યા મરાઠી અને મનુ ડાહ્યાના જૂથ વચ્ચે મારામારી :સમજાવતા સ્થાનિક લોકો ઉપર પણ હુમલો

સુરતમાં ફરી સરેઆમ ગુંડાગીરીનું બિહામણો માહોલ સર્જાયો હતો ચોક બજારમાં ગેંગવોર જેવું વાતાવરણથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો. ખુલ્લી તલવાર સાથે બે જૂથના સભ્યો ખુલ્લેઆમ રસ્તા પર ઉતરી આવી આતંક મચાવ્યો હતો.

  મળતી વિગતબા મુજબ સુરતના ચોક બજારમાં સૂર્યા મરાઠી અને મનુ ડાહ્યાના જૂથ ખુલ્લેઆમ મારામારી થઈ હતી. બંને જૂથના સભ્યો ખુલ્લી તલવાર સાથે રોડ પર ઉતરી આવ્યા હતાચોક બજારના રિવર પાર્ક સોસાયટી બહાર રોડ પર બંને પક્ષો દ્વારા ગાળાગાળી અને ખુલ્લી તલવારો સાથે મારામારી કરતા સ્થાનિકોએ વિરોધ કરી અસામાજિક તત્વોને સમજાવવા જતા ગુંડાતત્વોએ સ્થાનિકો પર હુમલો શરૂ કરી દીધો હતો

 ગુંડાઓએ  મહિલાઓને પણ બાકાત રાખી, હુમલામાં મહિલાઓને હાથના ભાગે ઈજા પહોંચી હતી.લુખ્ખાતત્વો દ્વારા ખુલ્લેઆમ મારામારીને પગલે રહિશોમાં રોષ ફાટી નીકળ્યો હતો,

રહિશો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મામલે રહિશોને સાંભળ્યા હતા અને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું

    સ્થાનિક મહિલાઓએ પોલીસને જણાવ્યું કે, વારંવાર લુખ્ખાતત્વો દાદાગીરી કરી ગુંડાગર્દી કરે છે. અમારા બાળકો પર હુમલો કરે છે, કોઈ દીકરી જતી હોય તો મશ્કરીઓ કરે છે. અમે તેમને રોકતા અમને ધમકી આપી કે, અમે સૂર્યા મરાઠીના માણસો છીએ.

  અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા પણ સૂરતમાં અનેક મારામારી અને દાદાગીરીની ઘટનાઓ સામે આવી છે. થોડા સમય પહેલા એક લેડી ડોન તરીકે ઓળખાતી ભૂરીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં વરાછા વિસ્તારમાં તે અને તેના સાગરીતો હથિયારો સાથે દાદાગીરી કરતા જોવા મળ્યા હતા.

 

  વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લેડી ડોન ભૂરી અને તેના સાગરીતો સ્થાનિકોને હથિયાર સાથે ધમકાવે છે અને દાદાગીરી કરે છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.

(6:34 pm IST)