Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વીમા પોલીસીના બહાને અંકલેશ્વરના પરિવાર પાસેથી દિલ્હીની ઠગ ટોળકીએ 26.34 લાખની ઠગાઈ આચરી

અંક્લેશ્વર:નાં પરિવારને વીમા પોલિસીના નામે દિલ્હીના ઠગે રૃા.૨૬.૩૪ લાખની છેતરપિંડી કરી હતી. જીઆઇડીસી પોલીસે દિલ્હીના ઠગને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય ૨ મહિલા અને ૩ પુરૃષો ને પણ ઝડપી પાડવાની ક્વાયત હાથ ધરી છે. પોલીસે શરૃ કરી છે. અંક્લેશ્વર જીઆઇડીસીમાં પોલીસે માર્ચ ૨૦૧૮ નાં એક ગુનામાં વોન્ટેડ આરોપીને દિલ્હીથી ઝડપી પાડયો હતો. બનાવની વિગતો અનુસાર રિલાયન્સ કંપનીની વીમા પોલિસિ ના નામે દિલ્હીની એક ઠગ ટોળકીએ જીઆઇડીસીમાં રહેતા વિનોદ મનોહર ધોલપ પરિવારને નિશાન બનાવ્યું હતું. તેમની પત્ની વંદનાબેનને અન્ય બે પોલિસી આપણે લેવી પડશે તેમ જણાવી વિવિધ યોજનાઓનો લાભ મળશે એવું પ્રલોભન આપીને જાણકારી આપી હતી. બાદમાં પોલિસીના નાણાં ભરવાનું કહેતા પરિવારે નાણાં ભરી દીધા હતાં.

 

(4:44 pm IST)