Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

કારમાં પંક્ચર હોવાનું જણાવી વડોદરાના ઠગે 1.65 લાખ ભરેલ બેગ સેરવી લીધી

વડોદરા:તમારી કારમાં પંકચર થયુ છે તેમ જણાવીને બિલ્ડીંગ મટિરીયલ્સના વેપારીને છેતરી ગઠિયો કારમાંથી રોકડા ૧.૬૫ લાખ ભરેલી બેગ લઇને જતો રહ્યો હતો, જે અંગે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે, આજવા રોડ સયાજી ટાઉનશીપની સામે  શ્રીજીવિલા ડુપ્લેક્ષમાં રહેતા તેજપાલ ગુરૃનાની સરદાર એસ્ટેટ રોડ સુપર બેકરીની સામે બાલાજી ટ્રેડર્સ નામની બિલ્ડીંગ મટિરીયલ્સની દુકાન છે. ગઇકાલે સાંજે દુકાનેથી રૃપિયા ૧.૬૫ લાખ રેકઝીનની બેગમાં મૂકીને તેઓ ઘરે પરત આવવા નીકળ્યા હતા. પાર્કીંગમાંથી કાર બહાર કાઢી ત્યારે જ એક ગઠિયાએ જણાવ્યું હતું કે, તમારી કારનું આગળનું ટાયર પંકચર થઇ ગયુ છે જેથી વેપારીએ નીચે ઉતરીને જોયુ તો ટાયરમાં હવા ઓછી હતી. ત્યારબાદ તેઓ ટાયર પંકચર  કરવાવાળાની દુકાને ગયા હતા. 

 

(4:43 pm IST)