Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સુરતના હજીરા નજીક પ્લાસ્ટિક દાણાની બેગને સગેવગે કરનાર ડ્રાઈવરની ધરપકડ

વડોદરા:સુરત હજીરા ખાતેથી પ્લાસ્ટિક પોલીમર દાણાની ૮૪૦ બેગ ભરીને નીકળેલા ડ્રાયવરે રસ્તામાં ૩૫૪ બેગ બારોબાર સગેવગે કરી દીધી હતી. જે ગુનામાં મકરપુરા પોલીસે ડ્રાયવરની ધરપકડ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, તરસાલી બાયપાસ પાસે હિંમતનગરમાં રહેતો ડ્રાયવર બલજીતસીંગ કુલવંતસીંગ ગીલ સુરત હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટિકના પોલીમર દાણાની ૮૪૦ બેગ ટ્રકમાં ભરીને હરિયાણા પાણીપત જવા નીકળ્યો હતો. વડોદરા તરસાલી બાયપાસ રોડ પર ડ્રાયવરે ટ્રક ઉભી રાખીને ૩૫૪ બેગ કિંમત રૃપિયા ૮.૮૫ લાખની સગેવગે કરી દીધી હતી. મકરપુરા પોલીસે આ અંગે ગુનો નોંધીને ડ્રાયવર બલજીતસીંગની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજુ કરીને પોલીસે રિમાન્ડ માંગતા જણાવ્યુ હતું કે પ્લાસ્ટિકના દાણાની બેગ રિકવર  કરવાની છે. આ ગુનો કરવામાં અન્ય કેટલા આરોપીઓએ મદદ કરી છે ? તેની તપાસ કરવાની છે. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 

(4:41 pm IST)