Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

કામરેજ નજીક ટ્રકને રિવર્સ લેતા ઉભેલ ટ્રક ચાલકનું મોત

કામરેજ: તાલુકાના ધોરણપારડી ગામની સીમમાં ને.હા. નં. ૪૮ પર ટ્રકને રિવર્સમાં કાઢતા પાછળ ઉભેલા ટ્રકચાલકને ટક્કર વાગતા મોત થયું હતું. બીજા બનાવમાં અજાણ્યા વાહને અજાણ્યા યુવાનને ટક્કર મારતા મોત નીપજ્યું હતું.

વાપીના સરીગામથી બે ટ્રક (નં. જીજે-૭-ઝેડ- ૮૭૭૪) અને જીજે-૬-એટી- ૫૪૭૪)માં ગેસના સિલિન્ડર ભરીને બંને ટ્રકના ડ્રાઇવરો રતનસીંગ મહેન્દ્રસિંગ જાટ  અને રામબદન ગણેશભાઇ યાદવ (ઉ.વ. ૫૫, મૂળ રહે. ઉત્તરપ્રદેશ) દહેજ જીએએસએલ કંપનીમાં જવા નીકળ્યા હતા. રાત્રે કામરેજ તાલુકાના ધોરણપારડી હાઇવે પર રોડની સાઇડ ઉપર ટ્રક મુકી હોટલ પર જમવા ગયા હતા.

જમીને ત્યાં જ રોકાયા હતા. બાદમાં ગતરોજ સવારે ઉઠીને ટ્રકો ચાલુ કરતા રામબદન યાદવની ટ્રક રોડની સાઇડે ફસી ગઇ હતી. જેથી રામબદનની ટ્રક રતનસીંગ જાટ ચલાવવા માટે ડ્રાઇવર સીટ પર બેઠા હતા અને રામબદન ટ્રકના પાછળના વ્હીલ પાસે પથ્થરો નાંખતા હતા. તે સમયે રતનસીંગ જાટે ટ્રક રિવર્સ લેતાં જોરતી ફસાયેલી ટ્રક બહાર નીકળી જતાં પાછળ ઉભેલા રામબદનને ટક્કર લાગી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

(4:40 pm IST)