Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પોલીસે સામરખા અને નાપાડવાંટામાંથી સાત જુગારીઓને રંગે હાથે દબોચ્યા

આણંદ: રૂરલ પોલીસે આજે સામરખા અને નાપાડવાંટામાં દરોડાઓ પાડીને કુલ સાત જુગારીઓને ઝડપી પાડીને ૧૫૬૦ની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સુમારે આણંદ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, સામરખા ગામે આવેલા સ્મશાન પાછળના ખેતરમાં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમે છે જેથી પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી વિષ્ણુભાઈ નટુભાઈ પરમાર, સલીમ ઉર્ફે લાલી નજીરભાઈ વોરા અને પ્રવિણભાઈ રાવજીભાઈ પરમારને ૪૩૦ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. 
ત્યારબાદ સાંજના સુમારે નાપાડવાંટા મુળા તલાવડી સીમમાં આવેલા એક ખેતરમાં છાપો મારીને મેરૂભા ભારતસિંહ રાઠોડ, દિલુભા ઈબ્રાહીમભાઈ રાઠોડ, માજીદખાન પ્રતાપસંગ રાઠોડ, રહીમખાન રાઠોડ અને અમરસંગ બાવાજી સિસોદીયાને ૧૧૩૦ની રોકડ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(4:39 pm IST)
  • સુરત નેશનલ હાઇવે પર કારના શો-રૂમમાં ફાયરીંગ : લૂંટના ઇરાદે અજાણ્યા ૪ શખ્શોએ કર્યું ફાયરીંગઃ ફાયરીંગમાં વોચમેન ઘાયલ થતા સારવાર અર્થે ખસેડયા access_time 3:52 pm IST

  • કુતિયાણાના હેલબેલી ગામે માતા સાથે કપડા ધોવા ગયેલા ત્રણ બાળકો પાણીના ખાડામાં નહાવા પડતા એક 12 વર્ષના સગીરનું ડૂબી જવાથી મોત : છ થી સાત ફૂટના પાણીના ખાડામાં ત્રણેય નહાવા પડ્યા હતા access_time 10:34 pm IST

  • અમદાવાદ:એલજી હોસ્પિટલ ના મેડિકલ સુપ્રીટેન્ડન્ટની આગોતરા જમીન ફગાવતી સુપ્રીમ કોર્ટ: ડો. આર સી શાહની જામીન અરજી સુપ્રીમે રદ કરી નાખી :ધરપકડ નહીં કરવા આપેલી રાહત પણ પાછી ખેંચી:ગમે તે ઘડીએ ACB કરી શકે છે ધરપકડ: AMC સત્તાધીશો દ્વારા ACBમાં ગુનો દાખલ કરાયો access_time 8:00 pm IST