Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગુજરાતમાં દરરોજ સરેરાશ 23 વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ : દેશમાં ચોથા સ્થાને

રોડ સેફ્ટી કમિટિ દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં ચિંતાજનક ચિત્ર :વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં રાજ્યમાં 2116ના માર્ગ અકસ્માતમાં મોત

અમદાવાદ :રાજ્યમાં માર્ગ અકસ્માતમાં દરરોજ સરેરાશ 23 લોકો મૃત્યુ પામે છે રોડ સેફટી કમિટી દ્વારા રજુ કરાયેલ અહેવાલમાં ચિંતાજનક આંકડા બહાર આવ્યા છે ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ 2116  લોકોના મોત નિપજ્યા છે ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામવાના મામલે સમગ્ર દેશમાં ચોથા સ્થાને છે

  બીજીતરફ હાલમાં ચોમાસાની સિઝનમાં અમદાવાદનમાં રસ્તામાં મોટાપાયે ગાબડાં પડ્યાનું ચિત્ર ઉપસ્યું છે અને. છેલ્લા ૪ વર્ષમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પડેલ ગાબડાને કારણે કુલ ૫૯૭ લોકોના મોત થયા છે.જેમાં ૨૦૧૭માં ૨૨૮ અને ૨૦૧૬માં ૧૨૦ લોકોનના મોત થયા હતા. જેમાં સૌથી વધુ પ્રમાણ અમદાવાદનુ છે.

  ભારતમાં દર વર્ષે રસ્તાના ખાડાની અંદર પડવાના કારણે ૩ હજારથી વધુ લોકોના મોત થાય છે. ૨૦૧૭માં ૩૫૯૭ લોકોના મોત થયા હતા.જ્યારે ૨૦૧૬માં ૨૩૨૪, ૨૦૧૫માં ૩૪૧૬, ૨૦૧૪માં ૩૦૩૯ અને ૨૦૧૩માં ૨૬૦૭ લોકોના ખાડામાં પડવાના કારણે મોત થયા હતા. ત્યારે તંત્ર જાગે

(12:35 pm IST)