Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

દ.ગુજરાતમાં ભારે વરસાદ અને ટ્રાન્સપોર્ટની હડતાળને કારણે શાકભાજીના ભાવમાં વધારો

શાકભાજીની અછતને કારણે ભાવમાં 20 થી 30 ટકાનો ઉછાળો

રાજકોટ :છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. 

રાજ્યમાં એકતરફ ટ્રાન્સપોર્ટરની હડતાળને પગલે ટ્રકોના પૈડા થંભી ગયા છે બીજીતરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો છે. જેના કારણે એકાએક શાકભાજીની અછત ઉભી થતાં શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. 

  સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડેલો વરસાદ અને ટ્રાન્સપોર્ટર્સની હડતાળ ગૃહિણીઓ માટે વિલન સાબિત થઈ રહી છે. ત્યારે દરરોજ જમવાનું શું બનાવવું તેની મુંજવણ ગૃહિણીઓને થઈ રહી છે. કારણ કે બજારમાં હાલ શાકભાજીની અછત વર્તાઈ છે તો બીજીતરફ શાકભાજીની અછતને કારણે ભાવમાં 20થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. જેને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

(6:01 pm IST)