Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં એક તરફી પ્રેમ પ્રકરણમાં વોચમેને યુવતીની હત્યા કરી

વડોદરા:ન્યુ અલકાપુરી વિસ્તારના બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં ગઇરાત્રે એક તરફી પ્રેમપ્રકરણમાં ખૂની ખેલ ખેલાતાં ઘરકામ કરતી યુવતીની વોચમેને હત્યા કરી હતી.


સેવાસીરોડ પરની ગ્રાસફિલ્ડ સોસાયટીમાં રાજેશભાઇ  ઠક્કરના બંગલા નંબર ૪ના સર્વન્ટ ક્વાર્ટરમાં દોઢ વર્ષથી રહેતી નવીના કાળીદાસ વસાવા (મૂળ રહે.નિશાળવાળું ફળિયું, માંડવી, તા.ઝઘડિયા,જિ.ભરૃચ) અને બંગલા નંબર ૯ના વોચમેન હિતેષ રમણભાઇ ચૌહાણ(મૂળ રહે.કાલોલ) વચ્ચે પ્રેમસબંધ હતો.બંને જણા મોબાઇલ પર પણ વારંવાર લાંબી વાત કરતા હતા.


ગઇકાલે રાત્રે સાડાનવેક વાગે નવીનાના સર્વન્ટ ક્વાર્ટરમાં હિતેષ આવ્યો હતો અને બંને વચ્ચે કોઇ કારણસર રકઝક થઇ હતી.ત્યારબાદ હિતેષે એકાએક નવીનાના છાતી,પેટ અને અન્ય ભાગે ચાકુના ઘા ઝિંકી દીધા હતા.
નવીના લોહીલુહાણ થઇ જતાં હિતેષ ભાગ્યો હતો અને નવીના હિંમતભેર તેની પાછળ ગઇ હતી.પરંતુ હિતેષનો પત્તો નહી લાગતા તેણે મદદ માટે બૂમો પાડી હતી.સોસાયટીના રહીશો દોડી આવતાં પોલીસ અને ૧૦૮ને બોલાવાયા હતા.

(5:51 pm IST)