Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

આણંદના છાણિયાપુરા નજીક પોલીસે દરોડા પાડી 6 શખ્સોને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા

આણંદ:એલસીબી પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે છાણીયાપુરા ખાતે છાપો મારીને છ શખ્સોને દેશી દારૂની મહેફિલ માણતા ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


મળતી વિગતો અનુસાર રાત્રી દરમ્યાન શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, છાણીયાપુરા ખાતે આવેલા બળિયાદેવ મંદિર પાસે કેટલાક શખ્સો એકત્ર થઈને ખુલ્લામાં દારૂની મહેફિલ માણી રહ્યા છે જેથી પોલીસ ત્રાટકી હતી જ્યાં છ શખ્સો પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા. તેઓની પુછપરછ કરતાં હરીશ ભયલાલભાઈ ઠાકોર, મહેન્દ્રભાઈ રમેશભાઈ સિંઘી, રાજેશભાઈ મુળજીભાઈ પંચાલ, જયેશ ઉર્ફે જયલો ચંદુભાઈ મહિડા, રાજુભાઈ બાબુભાઈ મારવાડી તથા નીમેષ રઈજીભાઈ રાજપુત (ભોઈ)હોવાનું ખુલવા પામ્યું હતુ. 

પોલીસને એક પ્લાસ્ટીકની ડોલમાંથી ૨૦ લીટર અને ૬૦૦ ગ્રામ દેશી દારૂ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:50 pm IST)