Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ડેન્યુબ સાથે દુબઈમાં ૫૫ લાખથી ઓછી કિંમતમા તમારૂ સ્વપ્નનું ઘર ખરીદો

દુબઈ સ્થિતિ ડેવલપર ડેન્યુબ પ્રોપર્ટીઝનો ડેવલપમેન્ટ પોર્ટફોલિયો ૧ બિલિયન અમેરિકન ડોલર સાથે ૪૭૪૪ એપાર્ટમેન્ટસ સાથે વિકસ્યો

(કેતન ખત્રી) અમદાવાદઃ દુબઈ સ્થિત પ્રોપર્ટી ડેવલપર ડેન્યુબ પ્રોપર્ટીજ દ્વારા તેનો સૌથી વિશાળ પ્રોજેકટ શરૂ કરાયો છે જયાં એપાર્ટમેન્ટ્સની કિંમત ૭૯૦૦૦ ડોલર કે રૂ.૫૩ લાખથી શરૂ થાય છે. જે એમિરાતમાં સૌથી સસ્તા ઘરનો વિકલ્પ આપે છે. જેમાં તેઓ ૧૦ટકા ભાડાના લાભ સાથે હાઈ ડિસ્પોઝેબલ ઈનકમ પણ મેળવી શકે છે. સ્ડુડિયો એપાર્ટમેન્ટ આ ઈન્ટરનેશનલ સિટિમાં ૩૦૦૦૦ દિરહામ પ્રતિ વર્ષ હોય છે, જે પ્રોપર્ટી વેલ્યુના ૧૦ટકા વધારે છે.

ડેન્યુબ ગ્રુપના ફાઉન્ડર ચેરમેન રિઝવાન સાજને કહ્યું હતું, 'આ અમારો સૌથી વિશાલ પ્રોજેકટ છે જેમાં ૧૦૬૪ યુનિટ્સ હાલના અમારા પ્રોજેકટ સામેલ કરે છે અને અમે સૌ આ પ્રોજેકટ ઈન્ટરનેશનલ સિટી ખાતે લોન્ચ કરતા રોમાંચિત છીએ. આ અમારો બીજો પ્રોજેકટ છે કે જે આ વર્ષે ૪૬૩ યુનિટ સાથેના ૩૦૦ મિલિયન દિરહામના જ્વેલ્ઝની રજૂઆતના ત્રણ મિહનામાં લોન્ચ કર્યો છે. જેમાં ૧૫ ટકા રિટર્ન ઈન્વેસ્ટમેન્ટની ઓફર આપવામાં આવી છે.'(૩૦.૫)

 

(2:17 pm IST)