Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વ્યવસ્થા, શાંતિ, સલામતી માટે હાર્દિક પટેલને ખોડલધામ બોલાવાશે

રાજકોટ  તા.૨૩: પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આયોજીત પાટીદાર અનામત આંદોલન શહિદ યાત્રાના અંતિમ દિવસે એટલે કે તા. ૨૮ જુલાઇનાં રોજ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને ''પાસ'' ના કન્વીનર હાર્દિક પટેલને સલામતી, શાંતિ અને વ્યવસ્થાના ભાગરૂપે કાગવડ ખોડલધામમાં બોલાવવામાં આવશે. આ માટે અમે તેની સાથે વાત પણ કરીશું. તેમ શહિદ યાત્રના આયોજક દિલીપ સાબવાએ જણાવ્યું હતું જયાં એક લાખ લોકો ઉમટશે. (૧.૨)

હું જુદી-જુદી જગ્યાએ શહિદ યાત્રામાં જોડાતો રહીશઃ હાર્દિક પટેલ

રાજકોટ તા. ૨૩: કાલે રવિવારથી ઉંઝાથી શરૂ થતી શહિદ યાત્રા ૨૮ મી જુલાઇ સુધી ગુજરાત-સોૈરાષ્ટ્રમાં પરિભ્રમણ કરશે. આ શહિદ યાત્રામાં ''પાસ'' ના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ જુદી-જુદી જગ્યાએ યાત્રામાં હાજરી આપશે.

હાર્દિક પટેલે ''અકિલા'' ને જણાવ્યું હતું કે, અમુક કાર્યક્રમોમાં વ્યસત હોવાથી  દરેક જગ્યાએ નહી પરંતુ અમુક જગ્યાએ શહિદ યાત્રામાં જોડાઇશ.

(11:34 am IST)