Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

દેડીયાપાડા બજારમાં જાહેરનામાનો ભંગ બદલ ૧૧ દુકાનદારોસામે તવાઈ : જાહેરનામાના ભંગની કાર્યવાહી કરતા ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા સારૂ કંન્ટેટમેન્ટ જોનમાં સવારના કલાક-૦૮ થી ૦૩ વાગ્યા સુધી તથા રાજ્યના બીજા વિસ્તારમાં સવાર ના કલાક-૦૮ થી સાંજના કલાક-o૪ વાગ્યા સુધી દુકાનો, એકમો અને ઉદ્યોગો ચાલુ રાખવા સુચના આપેલ હોય જે અંન્વયે જિલ્લા મેજી.નર્મદાના જાહેરનામાની અમલવારી માટે દેડીયાપાડા પી.એસ.આઈ.એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન સાંજના ચાર વાગ્યા પછી કેટલાક દુકાનદારો પોતાની દુકાન ખુલ્લી રાખતા હોવાની માહીતીના આધારે (૧) રાવજી રાજારામ આહીરે-રાવજી ફુટવેર (૨) દત્તભાઇ બાબુભાઇ આહીરે- ડી,એસ,કુટવેર (3) ગણપતભાઇ મોહનભાઇ બારોટ-જય ભવાની ઇલેક્ટ્રીક્સ(૪)અયુબખાન ઇસ્માઇલખાન દાઇમા ગુજરાત ટ્રેડર્સ (૫) છગનભાઇ ગામીયાભાઇ વસાવા,દોરા બટન (૬)રવિંદ્ર શીવદાસ વાળંદ,મા સંતોષી હેર કટીંગ(૭) મુકેશભાઈ જાદવભાઇ ચૌહાણ-સાઇ સરકાર કુટવેર (૮) નરેશભાઇ રામજીભાઇ અગ્રવાલ - અગ્રવાલ પ્રોવીઝન સ્ટોર (૯) રામુ પ્રસાદ પ્રયાગરાજ ગુપ્તા-રામ કીરાણા સ્ટોર (૧૦) ગોવિંદભાઇ જેઠાભાઇ વસાવા-ટેલરીંગ ની દુકાન (૧૧)ધરમસીંગ યુવરાજભાઇ રાઠવા-મોબાઇલ ની દુકાનો ખુલ્લી રાખતા તેમની સામે જાહેરનામા ના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતા અન્યો માં ફફડાટ જોવા મળ્યો હતો.

(11:14 pm IST)