Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મુસાફરોને રિક્ષામાં બેસાડી પર્સની ચોરી કરનાર પેલાદના બે ગઠિયાની પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી

પેટલાદ:શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને હકિકત મળી હતી કે, મુસાફરોને રીક્ષામાં બેસાડીને તેમની કિમતી ચીજવસ્તુઓ ચોરી કરી લેનાર એક રીક્ષા ચાલક અને છોકરો પેટલાદથી નીકળીને નાપા થઈ અંધારીયા ચોકડી તરફ આવનાર છે જેથી પોલીસની ટીમ અંધારીયા ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન રીક્ષા નંબર જીજે-૨૩, ડબલ્યુ-૯૩૯૯ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને તપાસ કરતાં એક પાકીટ મળી આવ્યું હતુ જેમાં મહંમદહનીફ કમરૂદ્દીન મલેકના કુવૈતનું ડ્રાઈવીંગ લાયસન્સની નકલ અને રોકડા ૪૭૦૦ રૂપિયા મળી આવ્યા હતા. જે બાબતે પુછપરછ કરતાં ચાલક અને રીક્ષામાં પાછળ બેઠેલો બન્ને શખ્સ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. જેથી એલસીબી પોલીસ મથકે લાવીને નામઠામ પુછતાં આકીબખાન ઉર્ફે ભુરીયો ઈન્સાઅલ્લાખાન પઠાણ અને અયાઝુદ્દીન ઉર્ફે ભુરીયો જલ્લાલુદ્દીન ઉર્ફે માંકડો નસરૂદ્દીન મલેક હોવાનું જણાવ્યું હતુ. બન્નેની ઉલટ તપાસ કરતાં ગત ૧૯મી તારીખના રોજ બોરસદના ગંજના નાકેથી એક મુસાફરને પેસેન્જર તરીકે બેસાડીને તેના ખિસ્સામાંથી આ પાકીટની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
 

(5:57 pm IST)