Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું નિધન

ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનો માહોલ : દાયકાઓથી હસાવતા લેખક રડાવી ગયા : ૮૦ વર્ષની વયે વિદાય : દેહદાન

અમદાવાદ તા. ૨૩ : ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું નિધન થયુ છે. ૮૦ વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ આજે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. લેખકના અવસાનને લઇને સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્ત્િ।ર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમણે ગુજરાતના અગ્રણી દૈનિકો, સામાયિકોમાં કોલમ લખી હતી.

ગુજરાતી ભાષાના શીરમોર હાસ્યલેખક વિનોદ ભટ્ટનું લાંબી માંદગી બાદ સારવાર દરમિયાન આજે નિધન થયું છે. વિનોદ ભટ્ટની તબિયત છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી નાદુરસ્ત હતી. કિડનીની બીમારી સામે સતત હસતા હસતા ઝઝૂમતા વિનોદભાઈને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઙ્ગજોકે છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાનઙ્ગઅનેક સાહિત્યકારોએ એમની મુલાકાત લીધી હતી. મંગળવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ વિનોદ ભટ્ટ સાથે અડધો કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ દરમિયાન વિનોદ ભટ્ટ બોલી શકતા ન હતા. આ ઉપરાંત અંગતમિત્રો એવા હાસ્યકાર રતિલાલ બોરીસાગર અને કવિ ભાગ્યેશ ઝાએ પણ વિનોદ ભટ્ટ સાથે સમય ગાળ્યો હતો. વિનોદ ભટ્ટના પાર્થિવ દેહને તેમના સ્વજનો અને પરિવારજનો માટે અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાન ધર્મયુદ્ઘ કોલોની, ગીતામંદિર મણિનગર રોડ ખાતે મૂકવામાં આવશે. ત્યારબાદ તેમના દેહ દાનની કાર્યવાહી કરવામાં આવશે.ઙ્ગ

ઙ્ગઉલ્લેખનીય છે કે, ગુજરાતી ભાષામાં હાસ્ય લેખન માટે જયોતિન્દ્ર દવે બાદ જો કોઈનું નામ લોકોના મુખે ચઢતું હોય તે વિનોદ ભટ્ટ છે. તેમના સાહિત્ય ક્ષેત્રે યોગદાનને ગુજરાત કયારેય ભૂલી નહીં શકે. તેમની રચનાઓમાં પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદવિમર્શ, ભૂલચૂક લેવી-દેવી જેવી કૃતિઓનો સમાવેશ છે. વિનોદ ભટ્ટને ૧૯૭૬માં કુમાર ચંદ્રક, ૧૯૮૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઇ નીલકંઠ પુરસ્કાર અને જયોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.

લાંબા સમયથી માંદગી સામે ઝઝુમી રહેલાં વરિષ્ઠ હાસ્યલેખક વિનોદ ભટ્ટે ઘણાં વરસો અગાઉ દેહદાન કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. એ મુજબ તેમના પાર્થિવ દેહનું મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસઅર્થે દાન કરવામાં આવશે. બુધવારે સાંજે પાંચ વાગ્યે રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિનોદભાઈના ધર્મયુગ કોલોની, કાંકરિયા સ્થિત ઘરે જઈને દેહદાન સ્વિકારવામાં આવશે.

અગાઉ વીસ વર્ષ પહેલાં વિનોદભાઈ ગંભીર માંદગીને લીધે કર્ણાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા એ વખતે જ તેમણે દેહદાન કરવાનો સંકલ્પ વ્યકત કરી દીધો હતો. એ મુજબ, સદગતના પરિવારજનોએ તેમની અંતિમ ઈચ્છાને માન આપવાનો નિર્ણય લીધો છે.

(4:20 pm IST)