Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

આણંદ:આંતરસુબા રોડ નજીકથી ઘરફોડ ચોરીના આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

કપડવંજ : ચાર જિલ્લાઓમાં ઘરફોડ ચોરી સહિતના વિવિધ ગુનાઓ આચરનાર તથા ત્રણ વર્ષથી પોલીસ પકડથી દૂર રહેનાર લીકર ગેંગના રીઢા આરોપીને કપડવંજ ટાઉન પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરના બે ગુનામાં ફરાર મનોહરસિંહ ઉર્ફે મંગલસિંહ શીખ લીકર ગેંગનો રીઢો આરોપી જુગલસિંગ મચ્છીદરસિંગ ઉર્ફે માયાસિંગ ખીચ્ચી (રહે. શિવનગર સોસાયટી, સ્મશાનરોડ, દહેગામ, જિ.ગાંધીનગર) દહેગામ તરફથી કપડવંજ આવી રહ્યો હોવાની બાતમી કપડવંજ ટાઉન પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે આંતરસુબા રોડ પર મહોર નદીના પુલ પર વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસી રહ્યો હતો. આ આરોપી વિરૂદ્ધ ભાવનગર પોલીસ સ્ટેશન, ભરતનગર પોલીસ સ્ટેશન (જિ. ભાવનગર), તળાજા પોલીસ સ્ટેશન (જિ. ભાવનગર), બોરતળાવ પોલીસ સ્ટેશન (જિ.) ડભોડા પોલીસ સ્ટેશન (જિ. ગાંધીનગર) અને પાલનપુર પોલીસ સ્ટેશન (જિ. બનાસકાંઠા) મળી કુલ ચાર જિલ્લામાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. 

(6:25 pm IST)