Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

૩ હોસ્પિટલોએ દર્દીને દાખલ ન કરતા દર્દીએ જીવ ગુમાવ્યો

પતિની સામે જ પત્નીએ અંતે તરફડીને દમ તોડ્યો : પતિ પત્નીને બચાવવા માટે રિક્ષામાં નાખીને આમથી તેમ દોડતો રહ્યો પરંતુ મેડિકલ સહાય મળે તે પહેલા મોત થયું

અમદાવાદ,તા.૨૩ : આસરવા સિવિલ કેમ્પસની બહાર ૩૩ વર્ષનો દીપક પસાત આંખોમાં ગમગીની અને ઘેરા આઘાત સાથે વ્હિલચેરમાં પોતાની પત્નીને લઈને શૂન્યમનસ્ક થઈ ઊભો હતો. વ્હિલચેર પર બેઠેલી તેની ૩૦ વર્ષની પત્ની ઉર્મિલા હવે ક્યારેય તેના પરથી ઉઠવાની નહોતી. છેલ્લા સાડાચાર કલાકથી પોતાની પત્નીને બચાવવા માટે યમરાજ સાથે નહીં પણ આપણી આધુનિક કહેવાતી મેડિકલ સિસ્ટમ સામે લડી લડીને દીપક થાકી ગયો હતો અને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ધક્કા ખાતા જેના પગ નહોતા થાક્યા તેને હવે એક મિનિટ પણ ઉભું રહેવામાં જાણે મણ મણ વજન લાગતું હતું. પત્નીને ન બચાવી શક્યાના દુઃખના ભાર તળે પોતાને શું કરવું તેનું જ ભાન દીપકને રહ્યું નહોતું. વટવામાં રહેતી ૩૦ વર્ષીય મહિલાને તેનો પતિ શહેરની ત્રણ હોસ્પિટલમાં લઈને ફર્યો છતાં બચાવી શક્યો નહીં.

ગુરુવાર બપોર સુધી સ્વસ્થ દેખાતી મહિલાને જમ્યા પછી અચાનક શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં પતિએ ૧૦૮માં ફોન કર્યો પણ વટવામાં એકપણ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાનો જવાબ મળતાં પતિ પત્નીને રિક્ષામાં વટવાની શ્રીજી હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાંના ડૉક્ટરોએ પત્નીને અન્ય કોઈ મોટી હોસ્પિટલમાં જઈ જવાની સલાહ આપતાં પતિ તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ પહોંચ્યો પણ ત્યાં હાજર ડૉક્ટરોને દર્દીના જીવન કરતા નિયમપાલન વધુ યોગ્ય લાગતાં તેમણે દર્દીને ૧૦૮માં લાવશો તો જ દાખલ કરવાનું રટણ કર્યું હતું. પતિ એજ રિક્ષામાં મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલમાં લઇ ગયો, ત્યાં પણ સારવાર ન મળી.

સાડા ચાર કલાકની રઝળપાટ પછી સિવિલ પહોંચ્યા. સિવિલના દરવાજે ત્રણ-ત્રણ એમ્બ્યુલન્સ અને ૨૦ હજાર લિટરની ઓક્સિજન ટેક્નની સામે જ મહિલા દર્દીએ વ્હીલચેર પર અંતિમશ્વાસ લીધા હતા. વિધિની વક્રતા તો જુઓ કે મૃત્યુ પછી પણ મલાજો આપણી સિસ્ટમ સાચવી શક્યા નહીં. ડેડબોડી લઈ જવા માટે વાહનની વ્યવસ્થા ન હોવાથી પોતાની મૃત પત્નીને વ્હિલચેરમાં જ બેસાડીને પતી કોઈ રીક્ષા મળી રહે તેની રાહ જોઈ રહ્યો છે. આ દ્રશ્ય આપણા વિકાસની વાતો પર જોરદાર તમાચો છે. યુપીથી અહીં કામ કરવા આવેલા દીપકની પત્નીને થોડા દિવસ પહેલા ઝીણો તાવ આવ્યો હતો જોકે પછી તરત જ સારું થઈ ગયું હતું.

જે બાદ અચાનક તબીયત બગડી હતી. જે બાદ ૧૦૮ કે એમ્બ્યુલન્સ મળતા રિક્ષામાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ધક્કા ખાતા રહ્યા. દીપકે કહ્યું કે, જ્યારે બપોરે મારી પત્નીની તબીયત અચાનક બગડી ત્યારે સ્થાનિક ડોક્ટર પાસે લઈ ગયા તો તેમણે ચેક કરીને કહ્યું ખૂબ જ સીરિયસ છે તેમનું ઓક્સિજન લેવલ ૫૦ પહોંચી ગયું છે તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરાવો પણ અમે જ્યાં પણ ગયા ત્યાં દરેક જગ્યાએ અમને એમ જ કહેવામાં આવ્યું કે અહીં ફૂલ છે કોઈ ૈંઝ્રેં બેડ અવેલેબલ નથી. અંતે આસરવા સિવિલ પહોંચ્યા તો ત્યાં પણ ખૂબ જ મોટી લાઈન હતી. જ્યારે ડોક્ટર લાઈનમાં ચેક કરવા આવ્યા તો તેમણે મારી પત્નીને મૃત જાહેર કરી.

(10:07 pm IST)
  • ગુજરાતનું ગૌરવ સમાન રાજકોટના વરિષ્ઠ અને મહાન ધારાશાસ્ત્રી શ્રી નિરંજનભાઇ એસ. દફતરીનું આજરોજ તા.23/04/'21ના રોજ મોડી રાત્રે દુઃખદ નિધન થયું છે. કોરોનાએ વધુ એક દિવ્ય રત્ન છીનવી લીધું... access_time 11:22 pm IST

  • કલેકટરની મહત્વની જાહેરાત : રાજકોટમાં ઓક્સિજનનો પ્રશ્ન ૮૦ થી ૯૦% સોલ્વ થઈ ગયો છે : સવારમાં ૧૭ ટન ઓક્સિજન આવી ગયો છે : ૩૩ ટનના બે ટેન્કર કલાકથી બે કલાકમાં આવી જશે અને સાંજ સુધીમાં ૫૦ ટન ઓક્સિજન રાજકોટમાં ઠલવાઈ જશે : ભાવનગરથી ૧૦ ટન ઓક્સિજન સાંજ સુધીમાં આવી જશે : દરેક ટેન્કરમાં ૧૭ થી ૧૮ હજાર મેટ્રીક ટન લીટર ઓક્સિજન હોય છે : રાજકોટને ૧૦ ટનની જરૂરીયાત છે તે મુજબ કાર્યવાહી થઈ રહી છે : ૩૦થી વધુ અધિકારીની ટીમ ઓક્સિજન બાબતે કામ કરી રહી છે : ડે. કલેકટર જે.કે. જગોડા, એડી.કલેકટર જે.કે. પટેલ તથા અડધો ડઝન મામલતદારો અને સ્ટાફ સિવિલ, સમરસ, કેન્સર તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઓક્સિજન પહોચે તે અંગે વ્યવસ્થા કરી રહ્ના છે access_time 12:16 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક આદેશ જાહેર કર્યો છે અને પોલીસતંત્રને કહ્યુ છે કે સ્કુટર ચાલકો અને મોટર ચાલકો પાસેથી માસ્ક પહેર્યુ ન હોય તે સિવાય બીજો કોઈપણ દંડ હાલના સંજોગોમાં વસૂલવો નહિં access_time 6:08 pm IST