Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

સુરતમાં કોરોનાનું સંક્ર્મણ અટકાવવા બજારમાં દુકાનદારો માટે વેક્સીન લેવી ફરજીયાત કરતા મનપા તંત્ર

સુરત: શહેરમાં  મ્યુનિ. તંત્રએ સંક્રમણ અટકાવા દુકાનદારોને વેક્સીન તથા કારીગરોને અઠવાડિક રેપીડ ટેસ્ટ કરાવવાની કામગીરી ફરજ્યાત બનાવી છે. તેમાં કતારગામ અને રાંદેર ઝોનમાં કેટલાક વેપારીઓ વિક્ષેપ ઉભો કરીને વિરોધ કરી રહ્યા છે. રાંદેરમાં આજે મ્યુનિ.ની ટીમને ઘેરી લેવાઇ હતી.

મ્યુનિ.ના દરેક ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને દુકાનોમાં સઘન ચેકીંગ ચાલી રહ્યું છે. આજે કતારગામ ઝોનમાં રાબેતા મુજબ કામગીરી ચાલતી હતી તેમાં કેટલાક વેપારીઓએ વિરોધ કરી પાલિકાની ટીમને ઘેરી લીધી હતી. કતારગામ મેઈનરોડ, બાળાશ્રમ, વેડરોડ, ઉદયનગર અને ચીકુવાડી સહિતના અનેક વિસ્તારમાં ચેકીંગ શરૃ કર્યું હતું. જેમાં વેક્સીન લીધી હોય અને ટેસ્ટ કરાવવામાં પણ આનાકાની કરાતી હોય તેવી 300 જેટલી દુકાન અને ગલ્લા બંધ કરાવી દીધા હતા.

આજ રીતે રાંદેર ઝોનમાં પણ દુકાનોમાં ચેકીંગની કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ વિરોધ કર્યો હતો. રાંદેર ઝોનમાં સ્ટાર બજાર, પાલ, પાલનપોર, અલપી સવાણી રોડ તથા અન્ય વિસ્તારમાં દુકાનોમાં દુકાનદારો અને કર્મચારીઓના કોરોના રિપોર્ટ કે વેક્સિનેશનની ચકાસણી કરાઇ હતી. ત્યારે મ્યુનિ.ના સ્ટાફ સાથે દુકાનદારોએ બબાલ કરીને ટીમને ધક્કે ચઢાવી હતી. જોકે, વિરોધ કરતાં દુકાનદારો સામે કડકાઈ કરીને દુકાનો બંધ કરાવી દેવાઇ હતી.

(5:50 pm IST)