Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

આમલેથા પોલીસ સ્ટેશનમાં નશો કરેલી હાલતમાં લવારા કરતા શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા પોલીસ સ્ટેશનમાં નશો કરેલી હાલતમાં માથાકૂટ કરતા વ્યક્તિ વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા પોલીસ સ્ટેશનમાં અરજી બાબતે આવેલા અરજદાર રવિનાબેન નવીનભાઇ વસાવા (રહે.ઢોલાર તા.નાદોદ )તથા સામાવાળા નવનીતભાઇ અરવિંદભાઇ વસાવા ને પો.સ્ટે.માં હાજર રાખેલ હોય તે દરમ્યાન એક ઇસમ નશો કરેલી હાલતમાં ગમે તેમ બબડાટ કરતો અને લથડીયા ખાતો પો.સ્ટે.માં આવેલ અને નશો કરેલ હાલતમાં આ ઇસમનું નામઠામ પૂછતા પોતાનું નામ અરવિંદભાઇ દેવનભાઇ વસાવા( મુળ.રહે. આમલેથા તા.નાદોદ જી.નર્મદા હાલ. રહે.ઢોલાર તા.નાદોદ )હોવાનું જણાવતા આમલેથા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી

(10:22 pm IST)