Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

પ્રોટોકોલમાં કોરોનાની સારવાર માટે વધુ બે દવા સામેલ કરાઈ

કોરોના સામે બાથ ભિડવા તમામ સ્તરે પ્રયાસ જારી : રાજ્ય સરકારની કૉવિડ-૧૯ માટે તજજ્ઞ ડૉક્ટર્સની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યો, આરોગ્ય સચિવે માહિતી આપી

ગાંધીનગર, તા. ૨૨ : ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ વચ્ચે લોકોને માહિતી આપવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાંત ડોક્ટરોએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં અનેક મહત્વની જાણકારી આપવામાં આવી છે. કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યુ કે, રેમડેસિવિરથી કોરોનાના દર્દીઓનો જીવ બચાવી શકાય નહીં. તે કોઈ રામબાણ ઈલાજ નથી. આ સાથે કોવિડ ટાસ્ક ફોર્સે રાજ્યમાં કોરોનાની સારવાર માટે બે નવી દવાઓને સામેલ કરી છે.

રાજ્ય સરકારની કૉવિડ-૧૯ માટે તજજ્ઞ ડૉક્ટર્સની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધિ હતી. જેમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ વિશે વાત કરી હતી. રાજ્યમાં કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં ફેવીપિરાવીર અને આઈવરમેક્ટિન નામની બે દવાઓ સામેલ કરવામાં આવી છે.

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. તુષાર પટેલે કહ્યુ કે, ઓક્સિજનની ઉણપ થાય ત્યારે તે ફેફસાને અસર કરે છે. ફેફસાના નીચેના ભાગમાં વધુ અસર જોવા મળે છે. પેટ પર ઊંધા સુવાનો સરળ ઉપાય તેના માટે છે. તેમણે સ્વીકાર કર્યો કે, અત્યારે બેડની અછત છે. આઈસીયૂ બેડ બધા પાસે લિમિટેડ છે.  ડોક્ટર શાહે કહ્યુ કે, દર્દીએ જાતે ડોવાની જરૂર નથી. ડોક્ટરને સારવાર કરવા દો. તેમણે કહ્યું કે, આ બીજો વેવ છે જો ત્રીજો વેવ ન લાવવો હોય તો સહયોગ આપવો પડસે. ત્રીજો વેવ ન આવે તે માટે આપણે પ્રયાસ કરી રહ્યાં છીએ. ડો. શાહે કહ્યુ કે, લોકો ડિપ્રેશનમાં આવી ગયો છે.

(9:43 pm IST)