Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

સરકારી કર્મીઓ ઉપર હુમલા સંદર્ભે ૨૨ સામે પાસા પગલા

તબલીગી જમાતના વધુ ચાર કેસમાં કાર્યવાહી : રાજ્ય પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા : પોલીસ, આરોગ્ય, સરકારી કર્મી વિરૂદ્ધ કોઇ હુમલાઓને ચલાવી લેવાશે નહીં : રાજ્ય પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝાની સ્પષ્ટ ચેતવણી

અમદાવાદ, તા. ૨૩ : કોરોના વિરુદ્ધ લડાઈ લડીને લોકોનો જીવ બચાવવાની કામગીરીમાં વ્યસ્ત ''કોરોના યોદ્ધાઓ'' - ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ કે અન્ય સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કે ગેરવર્તણુંક જરા પણ સાંખી નહિ લેવાય અને તેમની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, તેવું રાજ્ય પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝાએ આજે પત્રકાર પરિષદને સંબોધતા બેબાકપણે જણાવ્યું હતું. તત્વો સામે ''પાસા'' સહિતની કડકમાં કડક કાર્યવાહી કરતા પોલીસ જરા પણ અચકાશે નહિ, તેવું તેમણે ઉમેર્યું હતું. મામલે થયેલી કામગીરીના પ્રમાણ આપતા ઝાએ જણાવ્યું હતું કે, પોલીસ, આરોગ્ય કર્મચારી અને અન્ય એક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવાના ત્રણ જુદા-જુદા ગુનામાં અમે આરોપીઓને પકડીને ''પાસા'' અંતર્ગત કાર્યવાહી કરી છે.

        આ પૈકી રાજકોટ ગ્રામ્યના જેતપુર સીટી પોલીસમથકની હદમાં તા. ૧૭ એપ્રિલના રોજ હુમલો કરનારી એક વ્યક્તિને ગતરોજ ''પાસા'' હેઠળ પકડી તેને સુરત જેલને હવાલે કરી દેવામાં આવી છે. અન્ય એક કિસ્સામાં સાબરકાંઠાના બાલીસણા ગામે આરોગ્ય કર્મચારી ઉપર હુમલો કરનારી ત્રણ વ્યક્તિઓ પર પ્રાંતિજ પોલીસે કાર્યવાહી કરી તેમને રાજકોટ, સુરત અને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જયારે અરવલ્લી જિલ્લાના બાયડમાં તા. ૧૧ એપ્રિલે પોલીસ ઉપર હુમલો કરનારા ૧૧ લોકો સામે કાર્યવાહી કરીને સુરતની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

         અત્યાર સુધીમાં પ્રકારના કુલ ગુનાઓમાં ૨૨ આરોપી વિરુદ્ધ ''પાસા'' હેઠળ કાર્યવાહી કરીને રાજ્યની વિવિધ જેલોમાં અંદર કરી દેવામાં આવ્યા છે. પૈકી ચાર કિસ્સાઓ પોલીસ કર્મચારી,એક કિસ્સો આરોગ્ય કર્મચારી તથા એક કિસ્સો મહેસૂલના કર્મચારી ઉપર કરવામાં આવેલા હુમલાનો છે. ઝાએ લોકડાઉન દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સીગ રાખવાની પુનરુક્તિ કરતા જણાવ્યું હતું કે, અમે ડ્રોન, સીસીટીવી અને પ્રહરી જેવા માધ્યમોથી સોશ્યિલ ડિસ્ટન્સીગનું પાલન થાય અને તેનો ભંગ થતો જણાય તો સતત રૂરી પગલાં લઈએ છીએ. ઉપરાંત, લોકો પાસેથી ૧૦૦ નંબર ઉપર આવેલી ફરિયાદોને ધ્યાને લઈને પણ અમે અત્યાર સુધીમાં ૩૧ ગુનાઓ નોંધીને રૂરી કાર્યવાહી કરી છે. ઝાએ તબ્લીગી જમાત વિરુદ્ધ વધુ ચાર ગુનાઓ આજે નોંધ્યા હોવાનું જણાવ્યું હતું.

        સુરત ગયેલા રૂચના તબ્લીગીઓ એમ્બ્યુલન્સમાં પરત ફરતા તેમની અને તેમની મદદગારી કરનારા લોકો વિરુદ્ધ એમ મળીને કુલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય કિસ્સામાં રૂચથી મધ્યપ્રદેશના જાબુઆ ગયેલા અને રૂ પરત આવેલા સામે, ત્રીજી ઘટનામાં ગાંધીનગરથી મહારાષ્ટ્રના ભુસાવળ ગયેલા એક સામે ગઈકાલે અને વધુ એક સામે આજરોજ ગાંધીનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તબ્લીગી ઉપરાંત સુરા જમાતના ૧૯ લોકો સામે પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુંભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે ૧૬૪, ૧૪૭ અને ૧૦૭ ગુનાઓ નોંધીને ક્રમવાર ૧૯૭, ૧૬૭ અને ૧૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

       રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ઝ્રઝ્ર્ફ મારફત ૧૮૯ ગુનાઓ નોંધીને આજદિન સુધીમાં ૩૩૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૩૧૭  ગુનાઓ નોંધાયા છે. સર્વેલન્સથી આજદિન સુધીમાં ,૮૫૦ ગુના દાખલ કરીને ૧૬,૦૬૪    લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ઝ્રઝ્ર્ફ નેટવર્ક દ્વારા ૮૩ ગુના નોંધીને ૧૦૪ લોકોની અટકાયત કરાઈ છે. રીતે,સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગતરોજના ૧૯ ગુના સહિત અત્યાર સુધીમાં ૪૨૧ ગુના દાખલ કરીને ૭૯૫ આરોપીની અટકાયત કરી છે તેમજ ૧૭ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ગતરોજ બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

        ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (છદ્ગઁઇ) તથા વિડીઓગ્રાફી મારફત અનુક્રમે ૬૦ અને ૧૧૯ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. છદ્ગઁઇ દ્વારા આજદિન સુધીમાં ૩૮૬ અને વીડિયોગ્રાફી દ્વારા ૫૭૮ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. કેમેરા માઉન્ટ ખાસ 'પ્રહરી' વાહન મારફત ૩૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જયારે આજદિન સુધીમાં ૨૩૨ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોવા જઈએ તો, તા.૨૨/૦૪/૨૦૨૦ થી આજ સુધીના કુલ  ૨૨૭૧ કિસ્સાઓકવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (આઇપીસી ૨૬૯, ૨૭૦, ૨૭૧) ૮૫૩ તથા ૪૨૫ અન્ય ગુનાઓ(રાયોટીંગ/ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ) અંતર્ગત કુલ ,૩૩૧ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. સાથે ,૧૭૭ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

(9:04 pm IST)