Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

બે વર્ષની કિયારાનો કોરોના સેફ્ટીની થીમ પર ઉજવાયો જન્મ દિવસ :પપ્પાએ વિડીયો કોલથી વિશ કરી કહ્યું હેપ્પીવાલા બર્થ ડે

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :સમગ્ર વિશ્વ અને દેશ અત્યારે કોરોના વાયરસના મહામારીમાંથી પસાર થઇ રહ્યુ છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં પણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તો એની સામે અડીખમ યોધ્ધા એવા આરોગ્યના તબીબો કોરોનાને ફાઇટ આપી રહ્યા છે.
            એવા જ અમદાવાદના ડૉકટર દંપતીની બે વર્ષની દિકરી કિયારોનો ૨૩ એપ્રિલના રોજ બર્થ ડે હતો. લોકડાઉન શરૂ થતા જ પોતના નાના ને ઘરે આવેલી કિયારા અંહિ જ રોકાઇ ગઇ, કિયારાના સમજણ પછીનો આમ તો આ પ્રથમ જ બર્થ ડે હતો. તેમ છંતા ન કોઇ રોશની, ન કોઇ બર્થ ડે પાર્ટી માટે એકત્ર કરાયેલા બાળકો કે ના તેમના વાલીઓ, માત્ર ચાર લોકોની ઉપસ્થિતમાં ઉજવાયો આ બર્થ ડે.
           કોરોના વાયરસની જાગૃતિનો સંદેશ આપતો અને એકદમ સાદગી ભર્યો બર્થ ડે ઉજવવાની અનોખી પહેલ કરી છે સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે. પટેલે આ બર્થ ડેની વિશેષતા એ હતીકે  જે કલરફૂલ બલૂન હતા તેની સાથે કોરોના વાયરસની જાગૃતિનો એક-એક સંદેશ જોડાયેલો હતો જેમ કે સામાજીક અંતર જાળવવુ, ઘરમાં જ રહેવુ, ફરજીયાત માસ્ક ધારણ કરવુ, વારંવાર હાથ ધોવા, કોઇ પણ વસ્તુનો સ્પર્શ કર્યા પછી હાથ સેનિટાઇઝ કરવા તેમજ ઘરમાં જ રહેવા અને સુરક્ષિત રહેવાની થીમ આવરી લેવાઇ હતી.
          તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકોએ સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવવુ ખૂબ જ જરૂરી છે તેથી ઘરના માત્ર ચાર લોકોની ઉપસ્થિતિમાં જ આ બર્થ ડે સેલિબ્રેશન કરાયું. તો વળી લોકડાઉનના સમયમાં તમામ દુકાન બંધ કરાઇ છે તો ન કોઇ મોટી બેકરીમાંથી કેક મંગાવાવમાં આવી પરંતુ ઘરે બનાવેલી સાદી કેકથી જન્મદિવસ ઉજવણી કરાઇ.  કિયારાના પિતાએ વિડીયો કોલથી પોતાની બે વર્ષની દિકરીને બર્થ ડેની શુભેચ્છા પાઠવી.  
           જિલ્લામાં લોકડાઉન અમલી છે ત્યારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવર-જવર પર પ્રતિબંધ છે, કાયદાની મર્યાદાનો ઉલ્લઘન ન થાય તે ખાસ ધ્યાન રખાઇ રહ્યુ છે તો પોતાના સ્વજન હોવા છંતા તેમાં કોઇ છૂટ ન આપી ને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

(6:09 pm IST)