Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

ખેડા જિલ્લામાં લોકડાઉનમાં પાન-મસાલા સહીત ગુટખાની વસ્તુની ખરીદીમાં વધારો:ગાડીમાં ગુટખાની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

ખેડા જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસોથી પાન-મસાલા ગુટખા સહિતની ચીજવસ્તુઓની માંગમાં સતત વધારો જોવા મળ્યો છે. આવી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક બેજવાબદાર લોકો દ્વારા ખાનગી રાહે કાળા બજારમાં મોં માગ્યાં ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ પોલીસની ટીમ સતર્ક બની છે.

આજરોજ વહેલી સવારના સમયે નડિયાદ ટાઉન પોલીસની ટીમ શહેરમાં પેટ્રોલીંગમા હતી. દરમિયાન પોલીસની ટીમને એવી માહિતી મળી હતી કે મંજીપુરા રોડ પરથી અર્ટિગા ગાડી નં. જીજે-૦૭, બીઆર-૫૩૭૪માં પાન-મસાલા ગુટખા ભરી નડિયાદ શહેર તરફ આવનાર છે. જેથી પોલીસની ટીમે સવારે સાત વાગ્યાના અરસામાં શહેરમાં આવેલ જવાહરનગર નજીક વોચમાં ગોઠવાઈ ગયાં હતાં.

(5:36 pm IST)