Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

૨૫મીથી કન્ટેનમેન્ટ ઝોન બહારની કંપનીઓ શરૂ થઇ શકશેઃ અનાજ વિતરણની તારીખો જાહેર

૨૫મી પછી ૩૫૦૦૦થી વધુ ઉદ્યોગો ધમધમાટ થશે : NSFA હેઠળ ૬૬ લાખ પરિવારોને ઘઉં-ચોખાનું મફત વિતરણ

અમદાવાદઃ તા.૨૩, ૨૫મી એપ્રિલથી કન્ટેનમેન્ટ ઝોનની બહારની કંપનીઓ શરૂ કરી શકાશે આ માટે કલેકટરની મંજૂરી લેવાની રહેશે વળી ૨૫મી તારીખ પછી ૩૫ હજારથી વધુ ઉદ્યોગો ધમધમતા કરી દેવામાં આવશે. NSFA અંતર્ગત ૬૬ લાખ પરિવારનોને દ્યઉં અને ચોખાનું મફત વિતરણ કરવામાં આવશે.

 ૨૫મી તારીખથી વિતરણ શરૂ કરવામાં આવશે. પાંચ દિવસ NFSA અંતર્ગત ૬૬ લાખ પરિવારોને ફરીથી રાશન આપવામાં આવશે. જેમાં વ્યકિત દીઠ ફરીથી ૩.૫ કિલો દ્યઉં અને ૧.૫ કિલો ચોખા આપવામાં આવશે. આ તારીખે પુરવઠો લેવા ન જઈ શકે તેના માટે ૩૦મી તારીખે વ્યવસ્થા કરવામાં આવશે.

 રાશનકાર્ડમાં છેલ્લો આંક ૧, ૨  હશે તેમને ૨૫મી એપ્રિલે,રાશનકાર્ડમાં છેલ્લા આંક ૩, ૪ હોય તેમને ૨૬મી એપ્રિલે, રાશનકાર્ડમાં છેલ્લા આંક ૫ , ૬ હોય તેમને ૨૭મી  એપ્રિલે, રાશનકાર્ડમાં છેલ્લો આંક ૭, ૮ હોય તેમને ૨૮મી એપ્રિલે,રાશનકાર્ડમાં છેલ્લો આંક ૯, ૦ હોય તેમને ૨૯મી,  એપ્રિલે

મહત્વનો નિર્ણય

રાષ્ટ્રીય આપત્ત્િ। જાહેર કરી દીધી. એટલે GSDMA દ્વારા COVID ૧૯ હેઠળ દાન આપી શકશો જે CSR તરીકે કરવેરામાંથી માફી મળશે.

જનજીવન સામાયન્ કરવા આ લોકોને પરમિશન

પમ્બલર, મિકેનીક, સુથાર, એસી, દરજી, વગેરેને મંજૂરી આપવા કલેકટરને તાકીદ કરી છે. કોઈ પણને જયારે સુથાર, ઈલેકટ્રીશિયન, પમ્બલર વગેરેની જરૂર પડે તો તે ખાનગી લોકોની સેવા લે તે પણ જરૂરી છે.

૧૦૦૦ રૂ. જમા કરાવવામાં આવ્યા છે

NFSAના ૬૬ લાખ કાર્ડ હોલ્ડરનો અત્યાર સુધી ૩૪ લાખ કુંટુબમાં ૩૪૦ કરોડ રૂપિયા લોકોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવેલ છે.

(4:09 pm IST)