Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

નાનાં કારોબારીઓ માટે હવે એમએસએમઈ રેન્ક પ્રસ્તુત

કોરોનાએ વ્યવસાયો સામે પડકારો ઊભા કર્યા : સંવર્ધિત સોલ્યુશન ટુંકમાં કુલ ૫૫ લાખ નાનાં વ્યવસાયોને અસરકારકરીતે ધિરાણ મેળવવા સક્ષમ બનાવવા સજ્જ

અમદાવાદ,તા.૨૨ : અતિ નાનાં, નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમએસએમઈ)નાં જોખમને વધારે સારી રીતે સમજવા અને એમાં આવેલા પરિવર્તનનું વ્યવસ્થાપન કરવા બેંકો અને ધિરાણ સંસ્થાઓને ટેકો આપવા ટ્રાન્સયુનિયન સિબિલે આજે સંવર્ધિત સિબિલ એમએસએમઈ રેન્ક (સીએમઆર) લોંચ કર્યો હતો. અગાઉ સીએમઆરનાં વર્ઝનમાં રૂ. ૧૦ લાખથી રૂ. ૫૦ કરોડ સુધીના ધિરાણ ધરાવતા એમએસએમઈનાં સ્કોરને સામેલ કરવામાં આવ્યો હતો, પણ નવા વર્ઝનમાં રૂ. ૧૦ લાખથી ઓછું ધિરાણ ધરાવતા એમએસએમઈનાં સ્કોરને સામેલ કરવામાં આવ્યો છે. સીએમઆર એક ક્રેડિટ રિસ્ક સોલ્યુશન છે, જેમાં આગામી ૧૨ મહિનામાં નોન-પર્ફોમિંગ એસેટ્સ (એનપીએ) બનવા એમએસએમઇની શક્યતા વિશે ધારણા બાંધવા મશીન અલ્ગોરિધમનો ઉપયોગ થાય છે. સીએમઆર એમએસએમઈને એની ક્રેડિટ હિસ્ટ્રી ડેટાને આધારે ૧થી ૧૦ના સ્કેલ પર રેન્ક ફાળવે છે.

            સીએમઆર-૧ સૌથી ઓછું જોખમ ધરાવતા એમએસએમઈને ફાળવવામાં આવે છે અને સીએમઆર-૧૦ સૌથી વધુ જોખમ ધરાવતા એમએસએમઈને આપવામાં આવે છે. સીએમઆર રેન્ક જેટલો વધારે એટલું એમએસએમઈનું એનપીએ બનવાનું જોખમ વધારે. અત્યારે ભારતમાં મહત્તમ રૂ. ૫૦ કરોડ સુધીનું ધિરાણ કરવામાં આવે છે અને હાલ એમએસએમઈને કુલ રૂ. ૧૭.૯૪ લાખ કરોડનું ધિરાણ થયું છે, જેમાં ૨૮ ટકા વાણિજ્યિક ધિરાણની વસૂલાત બાકી છે. ભારતમાં કુલ ઓન-બેલેન્સ શીટ વાણિજ્યિક ધિરાણ રૂ. ૬૪.૦૪ લાખ કરોડ છે. એમએસએમઈ સેગમેન્ટનાં અતિ સ્મોલ માઇક્રો વર્ટિકલ (રૂ. ૧૦ લાખથી ઓછું ધિરાણ ધરાવતી કંપની)માં ડિસેમ્બર, ૨૦૧૮થી ડિસેમ્બર, ૨૦૧૯ના એક વર્ષનાં ગાળામાં ૪.૭ ટકાનો વધારો થયો છે અને ૫૫ લાખ અતિ નાની વ્યાવસાયિક કંપનીઓ રૂ. ૯૩,૦૦૦ કરોડ લોન બેલેન્સ ધરાવે છે. જ્યારે હાલના અભૂતપૂર્વ સમયમાં એમએસએમઈ માટે ધિરાણ સરળતાપૂર્વક મેળવવું શક્ય છે, ત્યારે બેંકો અને ધિરાણ સંસ્થાઓ માટે કમર્શિયલ પોર્ટફોલિયોની ગુણવત્તાને જાળવવી સર્વોચ્ચ પ્રાથમિકતાઓ પૈકીની એક છે.

આ સોલ્યુશન વિશે ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી રાજેશ કુમારે કહ્યું હતું કે, હાલ કોવિડ-૧૯ રોગચાળાએ વ્યવસાયો સામે નવા પડકારો ઊભા કર્યા છે, ખાસ કરીને અતિ નાનાં ઉદ્યોગસાહસો માટે, જેમનું અસ્તિત્વ આર્થિક સ્થિતિમાં એકાએક ફેરફારો થવાથી જોખમમાં મૂકાઈ જાય છે. અમે બેંકો અને ધિરાણ સંસ્થાઓ સાથે કામ કરીને તેમની એમએસએમઈ ધિરાણ નીતિના નિર્ણયો લેવા તેમને સંપૂર્ણ સાથસહકાર આપવા કામ કરવા પ્રતિબદ્ધ છીએ તથા એમએસએમઈ સેગમેન્ટ માટે ધિરાણની સુલભતા વધારી અને ધિરાણની પહોંચ વધારવા ઉપયોગી જાણકારી પ્રદાન કરીને સરકાર અને નિયમનકારકોને સુસંગત કામગીરી કરવા કટિબદ્ધ છીએ. રાજેશે ઉમેર્યું હતું કે, સંવર્ધિત સીએમઆરથી બેંકો અને ધિરાણ સંસ્થાઓને જોખમનું તટસ્થતા અને અસરકારક સાથે મૂલ્યાંકન કરવામાં મદદ મળશે તેમજ એમએસએમઈની ધિરાણ મેળવવાની પાત્રતાની ઝડપી આકારણી કરવાની સુવિધા મળશે. અમે જાણીએ છીએ કે, જ્યારે હાલના અભૂતપૂર્વ સમયમાં દરમિયાન પણ એમએસએમઈ માટે આર્થિક તકોને વેગ આપવાનું જાળવી રાખવા ધિરાણ સરળતાપૂર્વક સુલભ કરવું પડશે અને અમે નાણાકીય સર્વસમાવેશકતાને વેગ આપવામાં મદદ કરવા ઇચ્છીએ છીએ, ત્યારે ધિરાણકારોને જોખમોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા સક્ષમ બનાવવા પણ ઇચ્છીએ છીએ.

(9:46 pm IST)