Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે સાંજના સુમારે પત્નીને મોબાઈલ ફોન આપવાની બાબતે ઠપકો આપતા ચાર શખ્સોએ ભેગા મળી જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ

ઉમરેઠ: તાલુકાના સુરેલી ગામે ગઈકાલે સાંજના સુમારે પત્નીને મોબાઈલ ફોન આપવાની બાબતે ઠપકો આપતાં ચાર શખ્સોએ ભેગા મળીને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી નાજીમખાન યાસીનખાન પઠાણનો દૂધની ડેરી સામે પાન-બીડીનો ગલ્લો આવેલો છે. ગઈકાલે બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે તેમના ગલ્લાની બાજુમાં આવેલા ગલ્લાએ ઈમરાન જાકીરભાઈ મલેક આવી ચઢતાં નાજીમખાને કહ્યું હતુ કે, મારી પત્ની બીલ્કીશબાનુને મોબાઈલ ફોન કેમ આપ્યો હતો તેમ જણાવીને ઠપકો આપતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગડદાપાટુનો માર મારીને ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર બાદ બરકતમીંયા ઉર્ફે બરસાદમીંયા મુજ્જફરમીંયા મલેક, તૌસીફ યુસુફભાઈ મલેક તથા સીદ્દીકમીંયા યુસુફમીંયા મલેક સાથે ફરીથી આવી ચઢ્યો હતો અને ચારેય શખ્સોએ ભેગા મળીને નાજીમખાનને ગડદાપાટુનો તેમજ મુઠ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

(5:48 pm IST)