Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

અમદાવાદમાં કોરેન્ટાઈન દર્દીઓનું મોટું લિસ્ટ : આંકડો 10,000થી વધુ જોવાની શકયતા

એક વોર્ડ દીઠ સરેરાશ 250 શંકાસ્પદનું લિસ્ટ બનાવ્યુ

અમદાવાદ કોરોના વાઇરસને પગલે શહેરમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે. ત્યારે Amc તંત્રએ કોરોન્ટાઇન દર્દીઓનું મોટું લિસ્ટ બનાવ્યું છે. આ લિસ્ટ તંત્રના અધિકારીઓને સ્ટીકર લગાવવાની જવાબદારી આપવામાં આવી છે. કોરોન્ટાઇન દર્દીઓના ઘરે આ સ્ટીકર લગાવાઈ રહ્યા છે. એક વોર્ડ દીઠ સરેરાશ 250 શંકાસ્પદનું લિસ્ટ બનાવ્યુ છે. 48 વોર્ડ મુજબ સ્ટીકર લગાવવાની કાર્યવાહી ચાલી રહી છે. 48 વોર્ડને જોતા આ આંકડો 10000થી વધુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

(1:20 pm IST)