Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત - કેંસર-કિડનીની બિમારીમાં રાજ્ય સરકાર દર્દીને ૩ લાખની મદદ આપશે : સેવાની પ્રવૃત્તિનાં વિસ્તાર માટે બજેટમાં કરી છે રૂપિયા ૯૭૦૦ કરોડની જોગવાઈ : સેવાના ફંડમાં ૫૦ કરોડનો વધારો કરી ૧૦૦ જેટલી નવી ૧૦૮ એમ્બુલન્સ ગુજરાતમાં કાર્યરત કરાશે

ગોંડલ : ગોંડલના રામજી મંદિરે હરીચરણ દાસજી મહારજના ૯૬માં પ્રાગટ્‌ય દિવસ નિમિત્તે આજે બ્રહ્મ ચૌર્યાસી કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત દેશભરમાંથી સંતો-મહંતો હાજર રહ્યા હતા. આ સાથે જ શ્રીરામ હોસ્પિટલમાં આંખ વિભાગના નવા બનનાર બિલ્ડિંગનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું. તેમજ સોનોગ્રાફી મશીનનુ લોકાર્પણ અને પુસ્તક વિમોચન કરાયુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે કેંસર અને કિડની જેવી ગંભીર બિમારીઓના કેસમાં રાજ્ય સરકાર દર્દીઓને ૩ લાખ સુધીની સહાય કરશે.
વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે રાજ્યના દરેક વ્યક્તિને સારામાં સારી આરોગ્ય સેવા મળી રહે તે જોવાનુ કામ રાજ્ય સરકારનુ છે. પરંતુ આવી કેટલીક સંસ્થાઓ સેવાના ભાગરુપે આ કામ કરી રહી છે. તે આવકાર્ય છે. આ અંગે સરકાર પણ વિચારી રહી છે કે આવી સેવાભાવી સંસ્થાઓને સરકાર ખાસ ફંડ આપે. જેથી તેમની સેવાની પ્રવૃત્તિમાં વિસ્તાર થઈ શકે.આ માટે અમે બજેટમાં રૂપિયા ૯૭૦૦ કરોડની જોગવાઈ કરેલી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે અમૃતમ યોજના, વાતસ્લ્ય યોજનામાં લોકોને વધુમાં વધુ લોકોને લાભ મળે તે પ્રકારના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ૬૦ વર્ષથી મોટી ઉંમરના સીનીયર સીટીઝનના આરોગ્ય માટે અમૃતમ કાર્ડ યોજના અંતર્ગત સરકાર તરફથી ૬ લાખ રૂપિયાની સહાય મળી રહે તેવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ઉપરાંત ૧૦૮ એમ્બુલન્સ સેવાના ફંડમાં ૫૦ કરોડનો વધારો કરી ૧૦૦ જેટલી નવી ૧૦૮ એમ્બુલન્સ ગુજરાતમાં કાર્યરત કરાશે.

 

(12:53 am IST)