Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

નડિયાદના વડતાલમાં ચકલાસી પોલીસે 54 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

નડિયાદ:તાલુકાના વડતાલ સોનારીકૂઈમાંથી ચકલાસી પોલીસે ૫૪ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જો કે બુટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
ખેડા જિલ્લામાંથી રોજ-બરોજ વિદેશી દારૂ ઝડપાતો હોય છે. તેમાં વળી નડિયાદ તાલુકાના વડતાલ સોનારીકૂઈ વિસ્તાર દારૂની હેરાફેરી માટે સલામત હોય તેમ જણાઈ રહ્યું છે. આજે બપોરે ચકલાસી પોલીસે મળેલ માહિતી આધારે વડતાલ સોનારીકૂઈ કાંસ ઉપર રહેતા નરસિંહભાઈ રામાભાઈ ચાવડાના ઘરની રવેશીમાં, પાણીના કાંસમાંથી જૂના ઘરના પાણીયારાના ગુપ્ત ખાનામાંથી વિદેશીદારૂની બોટલો નં.૧૮૦ કિંમત રૂપિયા ૫૪૦૦૦ નો મળી આવ્યો હતો. નવાઈની વાત એ છે કે પોલીસને ચક્મો આપી દારૂની હેરાફેરીમાં સંડાવાયેલ આરોપી નરસિંહભાઈ રામાભાઈ ચાવડા નાસી ગયો હતો. વિદેશી દારૂ ઝડપી પાડવાની ચકલાસી પોલીસની આ પ્રકારની નિતિરીતિની ભારે ટીકા થઈ રહી છે.
આ બનાવ અંગે ચકલાસી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:01 pm IST)