Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વડોદરાના શાંતિનગરમાં પરિણીતા પર હવસખોર પતિએ ચપ્પુથી ઇજા પહોંચાડતા ચકચાર

વડોદરા:શહેરના ન્યુ સમા રોડ પર શાંતિનગરમાં રહેતી યુવાન પરણીતાની શરીર પર પતિએ ચપ્પુથી પોતાના નામનો પહેલો અક્ષર અંગે્રજીમાં લખવાની સાથે સાથળ પર ઈસ્ત્રીથી ડામ આપ્યા હતા. પતિની હેવાનિયતનો ભોગ બનેલી યુવતીનો વાંક એટલો હતો કે, તે સાસરિયાની દહેજની માંગણીને તાબે થઈ ન હતી. પોલીસે માનવતાની તમામ હદ વટાવી પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજારનાર પતિ અને તેના ઘરના સભ્યો વિરૂદ્વ કાર્યવાહી શરૂ કરી છે.

મૂળ જોધપુરની અને હાલ ન્યુ સમા રોડના શાંતિનગરમાં રહેતી મંજુ સુથાર (ઉં.વ.૨૧)એ બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. તેના લગ્ન ડિસેમ્બર – ૨૦૧૬માં એમએસસી થયેલા સંતોષ હીરાલાલ સુથાર (રહે, પ્રિયાંશી એપાર્ટમેન્ટ, પુના) સાથે થયા હતા. લગ્ન વખતે સાસરિયાઓએ કરિયારવરની સાથે જમાઈ સંતોષને કાર પણ આપી હતી, પરંતુ સંતોષ અને તેના ઘરના સભ્યોએ વધુ દહેજની માંગણી કરી મંજુને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઘણીવાર સંતોષ ચારિત્ર્ય અંગે પણ શંકા રાખી પત્નીને માર મારતો હતો. તેમજ પિયરમાં જાણ કરીશ તો મારી નાંખીશ, તેવી ધમકી પણ પત્ની મંજુને આપતો હતો.હાલ મંજુ આઈસીયુમાં સારવાર હેઠળ છે. પોલીસે તેનું નિવેદન પણ લીધું હતું. સમા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(5:58 pm IST)