Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વ્યારાના ઇન્દુ ગામ નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું કમકમાટી ભર્યું મોત

વ્યારા:નાં ઈન્દુ ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. તાપીમાં આ અકસ્માતનાં દ્રશ્યો આવ્યાં સામે આવ્યા હતા. જેમાં કાર, બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ ઘટના સવારના સમયે બની હતી. ઈન્દુ ગામની સીમ પાસે આવેલા નેશનલ હાઈવે નંબર 53 પર બની હતી. વ્યારાથી નીકળેલી કાર અને એક બાઈક હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે વચ્ચે અચાનક પૂરઝડપે જઈ રહેલો ટેમ્પો વચ્ચે આવી ગયો હતો. જેની સાથે કાર અને બાઈક અથડાઈ હતી. જેમાં બાઈકમાં સવાર બે યુવકો પૈકી એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કે એકની ગંભીર હાલતમાં સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. તેમજ કારમાં સવાર લોકોને પણ નાનીમોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ ટેમ્પો ચાલક નાસી છૂટ્યો હતો.

(5:58 pm IST)