Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ટાટા કમ્યુનિકેશન્સ પેમેન્ટ સોલ્યુશન્સ લિ.દ્વારા વ્હાઈટ લેબલ એટીએમ લોંચ

અમદાવાદઃ વ્હાઈટ લેબલ એટીએમ (ડબલ્યુએલએ) ભારતની સૌથી મોટી અને પ્રથમની માલિકી ધરાવતી અને સંચાલન કરતી ટાટા કમ્યુનિકેશન્સ પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ (TCPCL)એ સહકારી બેંકોની કામગીરીની કાયાપલટ કરતાં ડબલ્યુએલએ સોલ્યુશન બ્રાન્ડ નેમ હેઠળ ''ઈન્ડિકેશ એટીએમ'' લોંચ  કરવાની જાહેરાત કરી હતી. જે દેશમાં બેંકોના એટીએમને સ્થાપિત કરવાનાં અભિગમને પુનઃ વ્યાખ્યાયિત કરશે. નવું સોલ્યુશન સહકારી બેંકોને કો.બ્રાન્ડિંગ ગોઠવણ મારફતે ૮૫૦૦ ઈન્ડિકેશન એટીએમનાં વર્તમાન નેટવર્કનો ઉપયોગ કરીને વાજબી ખર્ચ તેમના એટીએમ નેટવર્કનું તાત્કાલિક વિસ્તરણ કરશે.

આ પ્લેગ એન્ડ પ્લે એટીએમ ડિપ્લોયમેન્ટ સોલ્યુશનનો મુખ્ય ઉપયોગએ છે કે તે બેંકોને લઘુતમ રોકાણ કોઈપણ કાર્યકારી અવરોધ વિના અને શૂન્ય મુડીગત ખર્ચ સાથે તેનાં એટીએમ કમ બ્રાન્ડનું તાત્કાલિક વિસ્તરણ કરવા સક્ષમ બનાવશે. આ સોલ્યુશન સાથે હવે બેંકો બ્રાઉન લેબલ એટીએમને સ્થાપિત કરવા છતાં ૧/૩ ઓછા ખર્ચે તેમની બ્રાન્ડ હાજરી વધારી શકે છે.

(3:55 pm IST)