Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

હેલ્થ (દારૂ) પરમીટ ધરાવનારાની સંખ્યા અડધી કરાશે

અનિયમિત ધબકારા-અનિદ્રા-તનાવના રોગીઓના ધબકારા વધી ગયાઃ નવી પોલીસી ટૂંક સમયમાં: હાલના પ૬, પ્લસ વધુ ૧૯ વધુ લાયસન્સ અપાશે

અમદાવાદ તા. ર૩ :.. ગુજરાતની ભાજપ સરકારે બુધવારે તાકિદની અસરથી આરોગ્યના મુદ્ે નવી દારૂની પરમીટો આપવાનું કે આવી પરમીટો રીન્યુ કરવાની મનાઇ ફરમાવતા આરોગ્યના કારણોસર થોડો થોડો દારૂ પીનારા લોકોમાં ભારે કચવાટ પ્રસરી ગયો છે.

દરમિયાન ગૃહખાતાના વર્તુળોને ટાંકીને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલા આશિષ ચૌહાણના હેવાલ મુજબ રૂપાણી સરકાર દારૂ માટેની પરમીટ હોલ્ડરોની સંખ્યા અડધી કરી નાખવા માગે છે.

હાલમાં ગુજરાતમાં ૪ર,ર૯૧ લોકોને ૧૬ જેટલા વિવિધ મેડીકલ કારણોસર દારૂ પીવાની છૂટ આપતી પરમીટો આપવામાં આવી છે, ત્યારે નજીકના ભવિષ્યમાં જ ભાજપ સરકાર ગુજરાતમાં આરોગ્ય માટે દારૂ પીનારા લોકોની સંખ્યા ઘટાડીને ર૦ હજાર કરી દેવા માગે છે.

અત્યારે જે ૪ર હજાર હેલ્થ-લીકર પરમીટો, તે માટેની અરજીઓ એમ. ડી. ફીઝીશ્યન ડોકટરોનું મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરવાથી, અપાયેલ છે આ સર્ટીફીકેટો સરકારે નિયત કરેલા ૧૬ વિવિધ મેડીકલ ગ્રાઉન્ડ પૈકી કોઇ એક ગ્રાઉન્ડ લાગુ પડતું હોવાનું સર્ટીફાઇ કરી આપવામાં આવતું હતું. 

અત્યારે ગુજરાત સરકારે આવી દારૂ માટે છૂટ આપતી આરોગ્ય પરમીટો આપી છે તે ૧૬ મેડીકલ કારણોમાંથી કોઇ એક કારણ એમ. ડી. ફિઝીશ્યન સર્ટીફાઇ કરી આપે અને થોડીક તમારી પહોંચ આવડત-કે ખુશ કરવાની આવડત હોય તો હેલ્થ પરમીટ મળી રહેતી હોવાનું સહુ કોઇ જાણે છે.

અત્યારે હેલ્થ પરમીટો અટકાવી છે એ કામચલાઉ છે, હેલ્થ-દારૂ પરમીટો અપાય છે તેની અનિયમિતતાની ઘણી  ઘણી ફરીયાદો સરકારને મળી છે. તેથી એક સાતિત્યવાળી પોલીસી અમલમાં મુકવાનું સરકારે નકકી કર્યુ છે. અમુક જિલ્લામાં નામમાત્રથી થોડી પરમીટો અપાયેલ છે, તો અમુક જિલ્લામાં હજારો પરમીટો આપવામાં આવી છે.અત્યારે રાજયમાં દારૂની પ૦ દુકાનો છે, જે ર૦૧૪ માં માત્ર ર૬ હતી. અને પ્રવાસન, દારૂબંધી, ગૃહ સહિતના વિભાગો તરફથી રજૂઆતો આવતા વધુ ૧૯ દુકાનોને લાયસન્સ અપાશે. ચૂંટણીને લીધે તેનો નિર્ણય લેવાયો ન હતો.

અચાનક જ નવી પરમીટો નવી આપવા કે જૂની રીન્યુ નહિ કરવાના રૂપાણી સરકારના હુકમથી દારૂના પરમીટ હોલ્ડરો સ્તબ્ધ થઇ  ગયા છે. ખાસ કરીને અનિયમિત ધબકારા, ભારે તનાવ અને અનિદ્રાના દર્દીઓમાં ભારે ચિંતા ફેલાયેલ છે.  (પ-૬)

(5:48 pm IST)