Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

28મીથી શક્તિપીઠ બહુચરાજી મંદિરે ચૈત્રી પૂનમનો મેળો :ચાર દિવસીય મેળાના આયોજન માટે કલેકટરના અધ્ય્ક્ષસ્થાને બેઠક યોજાઈ

બહુચરાજી મંદિરે મેળામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શને આવવાની સંભાવના.

મહેસાણા:શક્તિપીઠ બહુચરાજી મંદિરે ચૈત્રી પૂનમનો મેળો ભરાશે.આગામી  28 માર્ચથી 31 માર્ચ દરમ્યાન ચાર દિવસ પારંપરિક ચૈત્રી મેળોના આયોજન માટે બહુચરાજી મુકામે જીલ્લા કલેક્ટરની અદ્યક્ષતામાં  બેઠક યોજાઇ હતી. બહુચરાજી મંદિરે મેળા દરમ્યાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શને આવવાની સંભાવના છે. 

આ બાબતને ધ્યાનમાં રાખી ભાવિક ભ ક્તો માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સબંધિત સેવાઓ, રહેવા અને જમવા માટેની સગવડો સહીત સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.તેમજ બહુચરાજી મંદિરેમાં બહુચરના ચરણોમાં શીશ ઝૂકાવવા દુર-દુરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી આશીર્વાદ મેળવી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

(11:45 pm IST)