Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અંકલેશ્વરના ભાદી ગામે ઘાસચારાના જથ્થામાં આગ ભભૂકી

જુવારની કડબનો મોટો જથ્થો આગની લપેટમાં :પાનોલી ફાયર બ્રિગેડ દોડ્યું

અંકલેશ્વર તાલુકાનાં ભાદી ગામે ઘાસચારાના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી પશુઓ માટે સ્ટોર કરેલ ઘાસનાં જથ્થામાં કોઈક કારણોસર આગ ફાટી નીકળતા ઘાસચારાનો જથ્થો આગની લપેટમાં આવ્યો હતો 
 
અંગેની વિગત મુજબ ભાદી ગામે રહેતા ઝુબેર પટેલે તેમના પશુઓ માટે જુવારની કડબનો મોટો જથ્થો ગામની સ્કૂલ પાસે રાખ્યો હતો. જેમાં અચાનક કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.જોકે ગ્રામજનો દોડી જઈ પાણીનો છંટકાવ કર્યો હતો પરંતુ સૂકી કડબ હોવાના કારણે આગ બાજુમાં આવેલ જથ્થામાં ફેલાય જતા પાનોલી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, અને 2 જેટલા ફાયર બ્રિગેડ દોડી આવી આગ પર પાણીનો છંટકાવ કરીને કાબુ મેળવ્યો હતો.

(12:05 am IST)