Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ગુજરાત હાઉસિંગ બોર્ડની તમામ સોસાયટીના કોમન પ્લોટની જવાબદારી અમદાવાદ મ્યુનિ,ને સોંપાઈ

-શહેરના કુલ 232 પ્લોટની 6,97 લાખ ચો,મી,જમીનનો એએમસીએ વહીવટ કરવો પડશે

 

અમદાવાદ ;ગુજરાત હાઉસિંગ બોર્ડની તમામ સોસાયટીના કોમન પ્લોટની જવાબદારી હવેથી અમદાવાદ મ્યુનિ, નિભાવવાની રહૅશૅ મહાનગરપાલિકાની મળેલ કારોબારીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો નિર્ણયના કારણે અમદાવાદ શહેરમાં નાના-મોટા મળીને કુલ ૨૩૨ પ્લોટ એએમસીના હસ્તક આવશે. પ્લોટની કુલ જમીન .૯૭ લાખ ચોરસ મીટર જેટલી થાય છે જેનો વહિવટ હવે એએમસીએ કરવાનો રહેશે.

  એએમસીના સુત્રોના જણાવ્યા મુજબ તમામ પ્લોટના મેઈન્ટેનન્સ ખર્ચ પેટે એએમસીએ દર મહિને ૧૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડશે. તેની સામે સોસાયટી કે બહારના કોઈપણ વ્યક્તિએ તે પ્લોટના ઉપયોગ માટે એએમસીને ભાડુ ચુકવીને તેની મંજુરી લેવાની રહેશે. અમદાવાદમાં ગુજરાત હાઉસીંગની ૫૦૦થી વધુ સોસાયટી આવેલ છે જે તમામના પ્લોટ એએમસીને ફળવાયા છે.

પાણીની તીવ્ર તંગી છે ત્યારે વ્હીકલ વોશિંગ સેન્ટરના નામે કરવામાં આવતા પાણીના બગાડ સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે. આવા વ્હીકલ વોશિંગ સેન્ટરો સામે છેલ્લા એક સપ્તાહથી કડક પગલા લેવામાં આવી રહ્યા છે. એએમસીએ ગેરકાયદેસર પાણીનો ઉપયોગ કરતા શહેરના ૨૪૦ સર્વિસ સેન્ટરોના પાણી કનેક્શન કાપી દીધા છે.

   શહેરના પશ્ચિમ ઝોનમાં ૫૫, ઉત્તર ઝોનમાં ૬૪, મધ્ય ઝોનમાં ૧૯, નવા પશ્ચિમ ઝોનમાં ૨૨, પૂર્વ ઝોનમાં ૨૭, દક્ષિણ ઝોનમાં ૪૨ કનેક્શન કાપી લેવામાં આવ્યા છે. આગામી મહિના સુધી પાણી કનેક્શન કાપેલા રાખવામાં આવશે. જેથી ઉનાળા દરમિયાન સર્વિસ સેન્ટરોને પાણી આપવામાં નહીં આવે. જેના કારણે સર્વિસ સેન્ટરોએ સમગ્ર ઉનાળા દરમિયાન પાણીથી વંચિત રહેવુ પડશે. કોર્પોરેશને પહેલા પાણી મુદ્દે ચેતવણી આપી હતી. ત્યારબાદ કાર્યવાહી કરાઈ છે.

(1:19 am IST)