Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વલસાડના ચકચારી લવ જેહાદ કેસમાં બંને પ્રેમી પંખીડાને કોર્ટમાં રજૂ કરાયા :પ્રિયાને જમીન :સલમાનના છ દિવસની રિમાન્ડ મંજુર

વલસાડના ચકચારી લવ જેહાદ કેસમાં આજે બંને પ્રેમી પંખીડાને કોર્ટમાં રજુ કરાયા હતા પોલીસે આ બંનેને મુંબઈથી ઝડપી લીધા હતા જેમાં કરોડો રૂપિયાની ચોરીના આરોપમાં બન્નેને પોલીસે ઉપાડી લાવીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવ્યાં હતાં. જેમાં કોર્ટે પ્રિયાને જામીન આપ્યાં હતાં. જ્યારે સલમાનના 28મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.આ બંને પ્રેમી પંખીડા દુબઇ જવાની ફિરાકમાં હતા પરંતુ દુબઈ ઉડે તે પહેલા મુંબઈથી ઝડપી લેવાયા હતા વલસાડની પરિણીત પ્રિયા અને તેનો પ્રેમી સલમાન ઉર્ફે સલીમ શેખ દુબઈ ઉડે તે પહેલાં ફરિયાદના આધારે મુંબઈ એરપોર્ટ પરથી પકડી લેવાયા હતા

 

(9:00 pm IST)