Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સુરત મનપા ચૂંટણીમાં 'આપ'ની શાનદાર એન્ટ્રી : કેજરીવાલ સુરત આવશે: 25મીએ રોડ-શો કરશે

અમદાવાદમા ઔવીસીની પાર્ટીની તો સુરતમાં આપની એન્ટ્રીથી રાજ્યમાં ત્રીજા પક્ષનું આગમન

સુરતઃ સુરતની મનપાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની રાજકીય પાર્ટી 'આપ'ના ઘણા ઉમેદવારોએ જીત મેળવી ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારૂ પ્રદર્શન કરતા સુરત મહાનગરપાલિકામાં  પાર્ટીએ 27 બેઠક જીતી છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય સફળતા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતું. સુરતમાં અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે. અને સુરતની જનતાનો આભાર વ્યક્ત કરશે. 25 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે. આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા છે

ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાત હવે જૂની થવા જઇ રહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઓફિશિયલ રીતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ ગઇ છે. સુરતમાં આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને સુરતના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે અને તેઓ રોડ શો કરવા સુરત આવશે. સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપે જીત મેળવી પરંતુ આમ આદમી પાર્ટીએ સુરતમાં ખાતું ખોલાવતા 27થી વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે.

આપે પ્રથમ વખત સુરતમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. હાલની સ્થિતિમાં આપ વિરોધ પક્ષમાં બેસી સત્તા પક્ષને હંફાવવા એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત રાજકારણમાં એન્ટ્રી લેનાર આપે સુરતમાંથી પોતાના શ્રી ગણેશ કર્યા છે. સુરતમાં ભાજપ પછીથી બીજા નંબરે આમ આદમી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ ત્રીજા નંબરે છે. હાલની સ્થિતિ જોતા એવું કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં ભાજપ ભલે સત્તા પક્ષે બેસે પરંતુ વિરોધ પક્ષમાં આપના સભ્યોને સ્થાન ચોક્કસ મળશે.

સૌથી મોટો ઝટકો આજે કોંગ્રેસનો રકાસ અને આપના ઉદયનો છે. આજના પરિણામોએ ગુજરાતના રાજકારણની તાસિર બદલી કાઢી છે. અમદાવાદમા ઔવીસીની પાર્ટીની તો સુરતમાં આપની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસની ગુજરાતમાં પડતી શરૂ થઈ હોય તેમ ભારે શરમજનક હાર થઈ છે. હવે સ્થિતિઓ બદલાઈ છે. આવતા રવિવારે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી છે. આ પહેલાં આપ સ્થિતિમાં ફેરફાર કરવા માગે છે. સુરતમાં 26મીએ કેજરીવાલનો રોડ શો યોજી શકે છે. રોડ શો બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફેરફારો થઈ શકે છે.

(6:51 pm IST)
  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • ૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST

  • મતદારોએ આખે આખી પેનલો વીજયી બનાવીઃ નવી પેટર્ને આશ્ચર્ય સર્જયુઃ એક પણ વોર્ડમાં ક્રોસ વોટીંગ નહી! access_time 3:58 pm IST