Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

ભાજપના કાર્યકર્તાઓ મત ગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ સાથે લઇ જતા હોવાનો આક્ષેપ

ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત કોલેજ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે.

અમદાવાદની ગુજરાત કોલેજમાં મતગણતરી ચાલી રહી છે, ત્યારે અહીં ઉપસ્થિત ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે, ભાજપના કાર્યકર્તાઓ મત ગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ સાથે જઈ રહ્યાં છે. જ્યારે અમે વાંધો ઉઠાવ્યો, ત્યારે તેમણે ઝપાઝપી કરી હતી. હાલ પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મોડી રાત્રે EVMમાં ચેડા થયા હોવાની અફવાને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત કોલેજ તેમજ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ પર ઉમટી પડ્યા હતા. જ્યાં સુત્રો પોકારીને હોબાળો મચાવતા થોડીક ક્ષણો માટે તંગદીલી છવાઈ હતી. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમણે કોલેજ ઉપર CCTV કેમેરાથી મોનિટરિંગ થતું હોવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો

(5:17 pm IST)
  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST

  • ભારત- ઇંગ્લેન્ડ વ્હાઇટ બોલ સિરીઝમાં દિનેશ કાર્તિક બનશે કોમેન્ટેટર : તમિલનાડુના બેટ્સમેન દિનેશ કાર્તિક ભારત – ઈંગ્લેન્ડ વચ્ચે વ્હાઇટ બોલ સિરીઝમાં કોમેન્ટ્રી કરશે : 5 ટી -20 અને ત્રણ ત્રિદિવસીય મેચમાં કોમેન્ટ્રી કરશે જે 12મી માર્ચથી શરૂ થશે access_time 11:08 pm IST

  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST